By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજના પતરાને નુકશાન પહોંચ્યુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજના પતરાને નુકશાન પહોંચ્યુ
GandhinagarGeneral

ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજના પતરાને નુકશાન પહોંચ્યુ

HM News
Last updated: 30/05/2023 9:27 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજનું પતરું ખુલ્યું
– વિધાનસભાના પાછળના ભાગમાં આવેલા ગુંબજના પતરા ખુલી ગયા

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના જોવા મળી છે.હવામાન વિભાગ દ્વારા કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર રાજકોટ મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને પગલે હાલ ગાંધીનગરના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે.એકાએક પવન શરૂ થતાની સાથે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.રોડ પર ધૂળની ડમરીઓ ઉડતી નજરે ચડી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.ભારે પવનને કારણે વિધાનસભાને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.ભારે પવનને કારણે ગાંધીનગરમાં આવેલી વિધાનસભાના ગુંબજનું પતરું ખુલી ગયું છે.ભારે પવનને કારણે વિધાનસભાના પાછળના ભાગમાં આવેલા પતરાની ત્રણ લેયર ઉડી જતા ગુંબજના પાછડનો ભાગ ખુલ્લો પડી ગયો છે.

મહત્વનું છે કે, શહેરમાં ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ઘટનાઓ પણ બની રહી છે.જેને કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે ભારે પવન પણ ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરતા હજી પણ ગાંધીનગરમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વિધાનસભાની બિલ્ડિંગનું નવીનકરણ કરવાની ચર્ચા વિચારણા થઈ હતી.તે સમયે કર્ણાટકની વિધાનસભાના બિલ્ડિંગ્સ,છારોડી ગુરુકુળની ડિઝાઈનની જેમ વિધાનસભાને પણ ગુંબજનું સૂચન આપવામાં આવ્યું હતું.જેથી બિલ્ડીંગની છત પર નવું ગુંબજ બનાવવામાં આવ્યું હતું.જેના પતરાં ભારે પવનને કારણે ખુલી ગયા હોવાનું સામે આવ્યું છે.

પૌત્રને સંક્રમણથી બચાવવા માટે કોરોના પોઝીટિવ દાદા-દાદીએ ટ્રેન આગળ લગાવી મોતની છલાંગ : બંનેના મોત
મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનથી મહારાષ્ટ્રને કોઈ ફાયદો નહીં થાય : CM ઉધ્ધવ ઠાકરે
ગુજરાતમાં હક્કપત્રકોની નોંધો અને મહેસૂલ કેસની તપાસ હવે ઓનલાઈન, રૂપાણી સરકારનો સૌથી મોટો નિર્ણય
ભાઈબંધ પાકિસ્તાનને કંઈ ન થાય આ માટે ચીને લગાવ્યું એડીચોટીનું જોર
જથ્થાબંધ ખરીદદારો માટે ડીઝલ થયું મોંઘુ, 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત બોર્ડના ધો.12 કોમર્સનું પરિણામ આવતી કાલે જાહેર થશે, જાણો વોટ્સએપ પર કેવી રીતે કોપી મેળવવી
Next Article વાપી તાલુકા ભાજપ ઉપ-પ્રમુખની હત્યાનો ભેદ ઉકેલાયો, ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવો હતો પ્લાન !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up