ગુજરાતમાં હવે દિનપ્રતિદિન લવ જેહાદના મામલા સામે આવતા જાય છે.એવામાં જેતપુરથી પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પીડિત હિંદુ સગીરાની ઉંમર માત્ર 15 વર્ષની છે.પરિવારની ફરિયાદ બાદ હાલ પોલીસે આરોપી અને તેના સહયોગીની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ એક વર્ષ પૂર્વે અમરેલીના સાહિલ કયુમભાઇ પરમાર નામના મુસ્લિમ યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલા આ હિન્દૂ સગીરા સાથે મિત્રતા કરી હતી.બાદમાં તેને ભોળાવી-ફોસલાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.અહેવાલો મુજબ જેતપુરની આ માત્ર 15 વર્ષની સગીરાને સાહિલે તેના જ ગામની એક દરગાહ પાસે મળવા બોલાવી હતી.ત્યાં સાહિલ પહેલાથી પોતાના મિત્ર અમીર અલ્તાફ ચૌહાણ સાથે કાર લઈને હાજર હતો.જેવી યુવતી ત્યાં તેને મળવા આવી તેવી તેને આ બંનેએ ગાડીમાં બેસાડી દીધી હતી અને તેનું અપહરણ કરી લીધું હતું.
અપહરણ કરીને તેઓ સગીરાને જેતપુર-રાજકોટ રોડ પર આવેલા ઋષિ ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા.જ્યાં સાહિલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.દુષ્કર્મ બાદ જયારે તે બંને સગીરાને પાછી તેના ગામ છોડવા આવ્યા ત્યારે સ્થાનિકોએ તેમને પકડી પાડતા આખી વાતનો ઘટસ્ફોટ થયો હતો.
પરિવારની ફરિયાદ બાદ અપહરણ,બળાત્કાર,પોક્સો અંતર્ગત ગુનો નોંધાયો
ઘટનાની જાણ થતા જ સગીરાના પરિવારે જેતપુર તાલુકા પોલીસને આ બાબતે ફરિયાદ કરી હતી.પરિવારની ફરિયાદના આધારે અમરેલીના સાહિલ કયુબભાઇ પરમાર અને અમીર અલ્તાફભાઈ ચૌહાણ સામે પોલીસે IPCની 363 (અપહરણ), 366, 376 (બળાત્કાર) અને POCSO એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.પરિવાર આમાં લવ જેહાદનો એંગલ હોવાની પણ આશંકા કરી રહ્યો છે.
નોંધાવાયેલી ફરિયાદ મુજબ આરોપી દ્વારા સગીરા પર આ રીતે ત્રણવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.ફરિયાદના આધારે હાલ જેતપુર તાલુકા પોલીસે બંનેવ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે.