– શહેર પ્રમુખ મુકેશ દોશીએ નવા હોદેદારોની યાદી જાહેરાત કરી હતી
– નવા માળખામાં 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 3 મહામંત્રી અને 1 કોષાધ્યાક્ષ
દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા અત્યારથી જ શરુઆત કરી દીધી છે.રાજકોટમાં પહેલા શહેર અને જિલ્લામાં ભાજપે પ્રમુખ બદલ્યા હતા ત્યારે હવે શહેર અને જિલ્લામાં નવું માળખાની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે શહેર ભાજપના નવા હોદેદારોની યાદી જાહેર કરી હતી.
ભાજપે દરેક સમાજને આવરી લઈને હોદા અપાયા
રાજકોટ જિલ્લા બાદ શહેર ભાજપ દ્વારા નવા હોદેદારની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી જેમા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દરેક સમાજને આવરી લઈને હોદા આપવામાં આવ્યા છે.ભાજપના આ નવા માળખામાં બ્રાહ્મણ,ક્ષત્રિય, પટેલ,જૈન,આહીર,પ્રજાપતિ,લોહાણા,ભરવાડ અને અનુસૂચિત જાતીમાંથી પસંદગી કરવામાં આવી છે.જેમાં નવા મહામંત્રી તરીકે પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા,વિરેન્દ્ર ઝાલા તેમજ માધવ દવેની નિમણુંક કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાશ્મીરાબેન નથવાણીને ઉપપ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે.ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ જાહેર કરેલી યાદીમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 1 કાર્યાલય મંત્રી તેમજ 1 કોષાધ્યક્ષની નિમણુંક કરવામાં આવી છે.
નવી યાદી આ મુજબ છે
શહેર ભાજપ પ્રમુખ – મુકેશ દોશી, મહામંત્રી – અશ્વિન મોલીયા, મહામંત્રી – વિરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી – માધવ દવે, ઉપપ્રમુખ – કાશ્મીરાબેન નથવાણી, ઉપપ્રમુખ – ડો. ચેતન લાલસેતા, ઉપપ્રમુખ – મહેશ રાઠોડ, ઉપપ્રમુખ – રાજદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ – પરિમલ પરડવા, ઉપપ્રમુખ – રમેશ પરમાર, ઉપપ્રમુખ – હિતેષ ઢોલરીયા, ઉપપ્રમુખ – પૂજા પટેલનો સમાવેશ થાય છે જ્યારે મંત્રી – વિજય પાડલીયા, મંત્રી – હરેશ કાનાણી, મંત્રી – વિજય ટોળીયા, મંત્રી – ભરત શીંગાળા, મંત્રી – નયનાબેન સોલંકી, મંત્રી – ઇલાબેન પડીયા, મંત્રી – ભગવતી ઘરોડિયા, મંત્રી – શિલ્પાબેન જાવિયા તરીકેની જવાબદારી આપવામાં આવી છે. કાર્યાલય મંત્રી તરીકે હરેશ જોશીને ફરી એકવાર ફરજ બજાવશે જ્યારે કોષાધ્યક્ષ તરીકે અનિલભાઇ પારેખ લાંબા સમયની સેવા બાદ નિવૃત થયા છે અને તેના સ્થાને મયુરભાઇ શાહને જવાબદારી સોંપાઇ છે.