By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સ્વીડનમાં ઈદના દિવસે મસ્જિદની સામે જ સળગાવાઈ કુરાન, ભડકી ઉઠ્યા મુસ્લિમ દેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સ્વીડનમાં ઈદના દિવસે મસ્જિદની સામે જ સળગાવાઈ કુરાન, ભડકી ઉઠ્યા મુસ્લિમ દેશ
GeneralInternational

સ્વીડનમાં ઈદના દિવસે મસ્જિદની સામે જ સળગાવાઈ કુરાન, ભડકી ઉઠ્યા મુસ્લિમ દેશ

HM News
Last updated: 01/07/2023 8:42 AM
HM News
2 years ago
Share
SHARE

બુધવારે (28 જૂન, 2023) સ્વીડનમાં આવેલી એક મસ્જિદની સામે એક શખ્સે કુરાન ફાડીને તેને સળગાવી દીધી હતી.આ દરમિયાન લગભગ 200 જેટલા લોકો હાજર હતા,જેમણે તેનું સમર્થન કર્યું હતું. એક તરફ આ ઘટનાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે ત્યારે બીજી તરફ સાઉદી અરબ,તૂર્કી,મોરક્કો જેવા મુસ્લિમ દેશો ભડકી ઉઠ્યા છે.સોશિયલ મીડિયા પર વિડીયો પણ ફરતો થયો છે,જેમાં દેખાય છે કે એક વ્યક્તિ કુરાનને પગથી લાત મારે છે,જમીન પર ફેંકે છે અને પગ નીચે કચડી નાંખે છે.આવું તે વારંવાર કરતો જોવા મળે છે.આખરે કુરાન સળગાવી દે છે.આ દરમિયાન અન્ય એક વ્યક્તિ હાથમાં માઈક લઈને કશુંક બોલતો જોવા-સાંભળવા મળે છે.દરમ્યાન, કુરાન સળગાવનાર વ્યક્તિ સ્વીડનનો ઝંડો પણ લહેરાવતો જોવા મળે છે.

સ્વીડનની સ્ટોકહોમ સેન્ટ્રલ મસ્જિદ સામે કુરાન સળગાવનારા આ વ્યક્તિનું નામ સલવાન મોમિકા છે,જે વર્ષો પહેલાં ઈરાનથી ભાગીને સ્વીડન આવી ગયો હતો.જે સમયે આ કુરાન સળગાવવામાં આવી ત્યારે લગભગ 200 જેટલા લોકો સ્થળ પર હાજર હતા,જેમાંથી અમુકે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા તો કેટલાકે કુરાન સળગાવવાનું સમર્થન કર્યું હતું.દરમિયાન એકે પથ્થર પણ ફેંક્યો હતો,જેને પોલીસે પછીથી પકડી લીધો હતો.

કુરાન સળગાવવાની ઘટના બાદ સીએનએન સાથે વાત કરતાં મોમિકાએ કહ્યું કે, તે પાંચ વર્ષ પહેલાં ઈરાકથી સ્વીડન આવ્યો હતો અને હાલ તેની પાસે સ્વીડનની નાગરિકતા છે.તેણે કહ્યું કે, તે અલ્લાહમાં માનતો નથી.તેણે એમ પણ કહ્યું કે, આ પુસ્તકને (કુરાન) દુનિયાભરમાં પ્રતિબંધિત કરી દેવું જોઈએ, કારણ કે તે લોકતંત્ર, માનવીય મૂલ્યો,નૈતિકતા,માનવાધિકારો અને મહિલા અધિકારો માટે એક જોખમ છે.આજના સમયમાં આ પુસ્તકનું કંઈ કામ નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉ મસ્જિદની બહાર કુરાન સળગાવવાની પરવાનગી આપવાનો પોલીસે ઇનકાર કરી દીધો હતો.આખરે પ્રદર્શનકારીઓએ કોર્ટના દરવાજા ખખડાવતાં કોર્ટે પોલીસને ફટકાર લગાવી હતી અને આદેશ બદલવા માટે કહ્યું હતું.તે સમયે પોલીસે સુરક્ષાનું કારણ આપ્યું હતું પરંતુ પછીથી કહ્યું કે, સુરક્ષાનું એટલું પણ જોખમ નથી કે આ માંગ નકારી શકાય.

Pc : Twitter

તૂર્કી-સાઉદીએ ટીકા કરી, મોરક્કોએ રાજદૂતને પરત તેડી લીધા, સ્વિડિશ પીએમએ કહ્યું- પરવાનગી આપવાનું કામ પોલીસનું હતું

સ્વીડનમાં કુરાન સળગાવી ઘટના બાદ તૂર્કી, મોરક્કો, સાઉદી અરબ વગેરે દેશોએ પ્રતિક્રિયા આપી છે.સાઉદીએ કહ્યું કે, આ પ્રકારના ઘૃણિત કૃત્યને ક્યારેય સ્વીકારી શકાય નહીં.તો તુર્કીએ કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આ પ્રકારનાં ઇસ્લામવિરોધી કૃત્યોને અંજામ આપવાની અનુમતિ આપવી અસ્વીકાર્ય છે.બીજી તરફ, મોરક્કોએ વિરોધમાં સ્વીડનથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે.અમેરિકાએ આ ઘટનાને લઈને કહ્યું કે, આ પ્રકારે મઝહબી પુસ્તકને સળગાવવું દુઃખદ છે.

આ વિરોધ વચ્ચે સ્વીડનના વડાપ્રધાને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ ઘટના સ્વીડનના નાટોમાં સામેલ થવાની પ્રક્રિયાને પ્રભાવિત કરશે કે કેમ તેની ચર્ચામાં તેઓ નહીં પડે.તેમણે કહ્યું, આ ઘટના કાયદાકીય રીતે બરાબર છે, પરંતુ યોગ્ય નથી.આ પ્રકારના વિરોધને પરવાનગી આપવી કે નહીં એ પોલીસ પર નિર્ભર હતું.” ઉલ્લેખનીય છે કે સ્વીડનની વસ્તીના કુલ 8 ટકા મુસ્લિમો રહે છે. 2020ના આંકડા મુજબ અહીં કુલ 8 લાખ મુસ્લિમો રહેતા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

લો બોલો ! વાઇબ્રન્ટ ગુજરાત સરકારનું સર્વર થયું ડાઉન : ઓનલાઇન કામકાજ અટકયા
પાલિકાની સ્કૂલમાં શિક્ષકની કેબિનમાં ચાલતો હતો હવસનો ખેલનો આક્ષેપ
મેહુલ ચોક્સી અને પત્ની સામે ઈડીનું ત્રીજું આરોપનામું વિશેષ કોર્ટમાં દાખલ
ઉજૈનમાં મોટો અકસ્માત ટળ્યો, બાલ બાલ બચ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા
અમેરિકામાં ગન કંટ્રોલ કાયદા પર સુપ્રીમની તવાઈ : અન્ય રાજ્યોમાં કાયદો પડકારાશે
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલીના યુવાનને ઓનલાઇન ટ્રેપમાં ફસાવવા યુવતીએ નિર્વસ્ત્ર થઈ કહ્યું, “મર્દ હોય તો તારા કપડાં કાઢ”
Next Article ફરી જેલની હવા ખાશે તીસ્તા સેતલવાડ, ગુજરાત હાઇકોર્ટે જામીન ફગાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up