By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહેસાણાની પ્રિ-સ્કૂલમાં કુમળાં બાળકો પાસે નમાજ અદા કરાવાઈ, ભારે વિરોધ બાદ શાળાને બંધ કરવા માટે નોટિસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > મહેસાણાની પ્રિ-સ્કૂલમાં કુમળાં બાળકો પાસે નમાજ અદા કરાવાઈ, ભારે વિરોધ બાદ શાળાને બંધ કરવા માટે નોટિસ
GeneralNorth Gujarat

મહેસાણાની પ્રિ-સ્કૂલમાં કુમળાં બાળકો પાસે નમાજ અદા કરાવાઈ, ભારે વિરોધ બાદ શાળાને બંધ કરવા માટે નોટિસ

HM News
Last updated: 01/07/2023 9:07 AM
HM News
3 years ago
Share
Pc : Twitter
SHARE

કચ્છના મુન્દ્રાની એક ખાનગી શાળામાં હિંદુ બાળકોને માથે ગોળ ટોપી પહેરાવીને નમાજ અદા કરાવવાનો મામલો ચર્ચામાં છે ત્યારે આવો એક કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે.મહેસાણાની એક પ્રિ-સ્કૂલમાં નાના બાળકો પાસે ઈદની ઉજવણી કરાવવામાં આવતાં વાલીઓ અને હિંદુ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો હતો અને ભારે વિરોધ બાદ શાળાએ માફી માંગવી પડી હતી.મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી કિંગ્સ કિંગ્ડમ નામની નાના બાળકોની શાળામાં ઈદની ઉજવણી કરવામાં આવી હોવાના ફોટા વાયરલ થઇ ગયા હતા.રિપોર્ટ્સ અનુસાર, ઈદના આગલા દિવસે શાળામાં બાળકો નમાજ પઢતા એકબીજાને ગળે મળીને ઈદ મુબારક કહેતા વિડીયો અને ફોટા વાયરલ થઇ ગયા હતા.જે વાલીઓ અને સ્થાનિક હિંદુ સંગઠનો પાસે પહોંચતાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

વાલીઓ અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચીને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો.દરમ્યાન, પોલીસને જાણ થતાં તેમણે પણ હસ્તક્ષેપ કર્યો હતો અને શાળા સંચાલકોના ઘરે જઈને ચર્ચા કરવા માટે કહ્યું હતું,પરંતુ વાલીઓ અને સંગઠનના કાર્યકરો સંચાલકોને શાળામાં જ બોલાવીને માફી મંગાવવા પર અડગ રહ્યા હતા.હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ કહ્યું કે, હિંદુ વિસ્તારમાં આવેલી શાળામાં ઈદ કેવી રીતે ઉજવવામાં આવે છે અને નમાજ કઈ રીતે અદા કરવામાં આવે છે તે શીખવવું યોગ્ય નથી.જ્યાં સુધી શાળાને તાળાં નહીં લાગે ત્યાં સુધી સંગઠનો લડત ચલાવતાં રહેશે.તેમણે ઉમેર્યું કે, હાલ ગૌરીવ્રત ચાલુ થશે પણ તેને લઈને કોઈ ઉજવણી થતી નથી અને માત્ર મુસ્લિમ તહેવારો ઉજવવામાં આવે છે,જે ચલાવી લેવામાં આવશે નહીં.

સંચાલકોએ માફી માંગી, શાળા બંધ કરવા મકાન માલિકની નોટિસ

ભારે વિરોધના કારણે સંચાલકોએ શાળા બંધ રાખી હતી અને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જોકે, હિંદુ સંગઠનો અને વાલીઓના ભારે વિરોધને વશ થઈને આખરે સંચાલકોએ સામે આવવું પડ્યું હતું અને લેખિત માફી માંગવી પડી હતી.વિવાદ બાદ મહેસાણાની પ્રિ-સ્કૂલના સંચાલક સંચાલક રાશિ ગૌતમે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-સ્કૂલમાં ઈદની ઉજવણી થઇ હતી અને બાળકોનું ફોટોસેશન થયું હતું,તે સિવાય વધુ કંઈપણ થયું નથી.હું પોતે બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું અને ક્યારેય પણ આવી બાબતોને પ્રોત્સાહન આપ્યું નથી,જેથી કોઈની લાગણીને ઠેસ પહોંચે.અમે ક્યારેય ધર્મ વિરુદ્ધ નથી વિચાર્યું,મેં પેરેન્ટ્સ ગ્રુપમાં અને લેટરપેડ ઉપર લેખિતમાં માફી માંગી લીધી છે.બીજી તરફ વિવાદ બાદ શાળા જે મકાનમાં ચાલતી હતી તેના માલિકે એક લીગલ નોટિસ ફટકારીને તાત્કાલિક શાળા બંધ કરવા માટે અને 7 દિવસમાં મકાન ખાલી કરવા માટે જણાવ્યું છે.જેથી જલ્દીથી જ શાળા બંધ થઇ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

કચ્છની શાળામાં બાળકો પાસે નમાજ અદા કરાવડાવી

કચ્છના મુન્દ્રાની એક ખાનગી શાળામાં ઈદના દિવસે હિંદુ બાળકોને માથે ટોપી પહેરાવીને નમાજ અદા કરાવડાવવામાં આવી હતી.જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા બાદ શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે તો બીજી તરફ હિંદુ સંગઠનો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જોકે, પછીથી શાળાએ વિડીયો પોતાના ફેસબુક પેજ પરથી હટાવી લઈને માફી માંગી લીધી હતી અને આવું ફરી ન થાય તેવી બાહેંધરી આપી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આદિપુરુષ વિવાદ : કુરાનને ખોટી રીતે રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી બનાવો, પછી જૂઓ શું થાય છે : અલ્હાબાદ હાઈકોર્ટ
Next Article કચ્છના મુન્દ્રાની ખાનગી શાળામાં હિંદુ બાળકોને ઇસ્લામીક ટોપી પહેરાવી ઈદના દિવસે અદા કરાવાઈ નમાજ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up