By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને ગુટખા કેસમાં મદદ કરનારા જે.એમ જોશીને જામીન મળ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને ગુટખા કેસમાં મદદ કરનારા જે.એમ જોશીને જામીન મળ્યા
GeneralMumbai

માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને ગુટખા કેસમાં મદદ કરનારા જે.એમ જોશીને જામીન મળ્યા

HM News
Last updated: 11/07/2023 8:30 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ બાદ બોમ્બે હાઈકોર્ટનો આદેશ
– 10 વર્ષની જેલની સજા પામી ચૂકેલા જોશીને જૈફ વય બીમારી તથા કેસની હકીકતને ધ્યાનમાં રાખી અપાઈ રાહત

મુંબઈ : ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ માટે ગુટખા ફેક્ટરી ઊભી કરવામાં સંડોવણી બદલ ૧૦ વર્ષની જેલની સજા પામેલા ૬૮ વર્ષના જગદિશપ્રસાદ મોહનલાલ જોશી ઉર્ફે જે એમ જોશીને બોમ્બે હાઈ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.જોશી ગોવા પાન મસાલા કંપનીના માલિક છે.ન્યા. ભારતી ડાંગરેએ કેસની સુનાવણી કરીને રૃ. એક લાખના બેન્ડ પર જોશીને જામીન મંજૂર કર્યા હતા.જોશીના વકિલોએ દલીલ કરી હતી કે જોશીને કસૂરવાર ઠેરવતો આદેશ ક્ષતિયુક્ત અને નક્કર પુરાવાવિના અપાયો છે. જોશીને ગુનામાં ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે અને તેને આરોપીઓમાંનો એક સતત મારી નાખવાની ધમકી આપતો હતો અને આ આરોપી અંડરવર્લ્ડ ગેન્ગના સભ્યો વતી કામ કરતો હતો.

સજા સંભળાવ્યા બાદ જોશીએ હાઈ કોર્ટમાં સજાને પડકારીને અપીલ કરી હતી અને સજા રદ કરવાની પણ અરજી કરી હતી.કેસમાંથી અન્ય આરોપીને મુક્ત કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારતી સીબીઆઈની ૨૦૧૯ની અપીલ સાથે આ અરજી પણ ડિવિઝન બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.ડિવિઝન બેન્ચે આ કેસ ચીફ જસ્ટિસ પાસે મોકલાવ્યો હતો આદેશથી અસંતુષ્ટ થઈને જોશીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.કેસના સંજોગો અને હકીકત તેમ જ જોશીની વય અને વિવિધ બીમારીઓને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન પર છોડવાનો નિર્દેશ આપ્યો હતો.આ અનુસાર બોમ્બે હાઈ કોર્ટના આદેશ પ્રમાણે જોશીને જામીન પર મુક્ત કરાશે અને બાકીની કાયદેસર કાર્યવાહી પ્રલંબિત રહેશે.

ના હોય..! ગુજરાતમાં અહીં વિદેશી દારૂ બનાવવાનો ચાલતો હતો ગૃહ ઉદ્યોગ,..એ પણ ડુપ્લિકેટ !!
સુરત જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે જુબીન પટેલની વરણી
ફાઇનલી ધાર્યા મુજબ બીજેપીએ મારી એન્ટ્રી
મોદીજીની બ્લૂ પ્રિન્ટ સારી છે, પરંતુ વિપક્ષને સાથે લઇને ચાલવાની જરુર છે: સંજય રાઉત
નો ટેન્શન, જસ્ટ એન્જૉય
Share This Article
Facebook Email Print
Previous Article યુનિફોર્મ સિવિલ કોડને 67 ટકા મુસ્લિમ મહિલાઓનું સમર્થન
Next Article ગોત્રી હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ : બુટલેગર અલ્પુ સિંધીએ કોર્ટ પરિસરમાં રાજુ ભટ્ટ પાસે રૂ.1.05 કરોડની ખંડણી માંગી !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up