– કુલદીપ જગીનાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી
– જયપુર-આગ્રા નેશનલ હાઈવે પર ઘટના બની
રાજસ્થાનમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે જ્યા ગેંગસ્ટર કુલદીપ જગીનાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.આ હત્યા ત્યારે કરવામાં આવી છે જ્યારે તેને જયપુર જેલમાંથી ભરતપુર કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો.
બદમાશો ગોળી મારીને ભાગી ગયા
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં ગેંગસ્ટર કુલદીપ જગીનાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.પોલીસ ટીમ ગેંગસ્ટર કુલદીપને જયપુરથી ભરતપુર કોર્ટમાં લાવી રહી હતી.આ દરમિયાન બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં અનેક ગોળીઓ વાગતાં ગેંગસ્ટર કુલદીપનું મોત થયું હતું.કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ પહેલા પોલીસકર્મીઓની આંખમાં મરી નાંખ્યા અને પછી ગોળી મારીને ભાગી ગયા હતા.જયપુર-આગ્રા નેશનલ હાઈવે પર અમોલી ટોલ પ્લાઝા પાસે બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.