By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નાગપુરના કલંક પર ભાજપે આરંભ્યુ જુતામાર આંદોલન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નાગપુરના કલંક પર ભાજપે આરંભ્યુ જુતામાર આંદોલન
GeneralMumbai

નાગપુરના કલંક પર ભાજપે આરંભ્યુ જુતામાર આંદોલન

HM News
Last updated: 12/07/2023 9:06 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો અને રોજ કંઈક ને કોઈ ઘટના ચાલી રહી છે.રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સોમવારે એક કાર્યક્રમ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસને નાગપુરનું ‘કલંક’ ગણાવ્યા હતા.ઠાકરેના આ નિવેદન બાદ ભાજપ ખૂબ જ આક્રમક બની ગયું હતું અને તેમની વિરુદ્ધ ‘જુતા મારો આંદોલન’ ચલાવવાની વાત કરી હતી.આ સાથે જ ભાજપના કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેનો ઉગ્ર વિરોધ કર્યો અને તેમને નિવેદન પાછું ખેંચવા કહ્યું.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને “કલંક” કહેવા પર ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું, તમે નાગપુર આવ્યા પછી તેમને કલંકિત કહો છો,નાગપુરના લોકો તેમને પાઠ ભણાવશે.મહારાષ્ટ્રમાં જ્યાં પણ ઉદ્ધવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસ વિશે બોલશે,ત્યાં ‘જુતા મારો આંદોલન’ થશે.

મહારાષ્ટ્રમાં ગમે ત્યાં ફરી બોલીને બતાવો

બાવનકુલેએ કહ્યું, ગઈકાલે નાગપુર આવ્યા હતા અને બોલ્યા પછી ચાલ્યા ગયા હતા અને પાર્ટી વર્કરોને તેને જવાબ આપવાનો સમય મળ્યો નહોતો.પરંતુ હવે આ પછી તમારે મહારાષ્ટ્રમાં ચંપલ ખાવા પડશે.હવે તમે મહારાષ્ટ્રમાં ગમે ત્યાં ફરી બોલીને બતાવો.ઠાકરેના નિવેદનથી ખૂબ જ નારાજ બાવનકુળેએ કહ્યું કે, હવે અમે ઇંટનો જવાબ પથ્થર થી આપીશું અને આના માટે ભાજપ કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં. ઠાકરે પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનું માનસિક સંતુલન બગડી ગયું છે અને આ માટે તેમણે પોતાની સારવાર કરાવવી જોઈએ.

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં તેમના કાર્યકરોને સંબોધિત કરતી વખતે દેવેન્દ્ર ફડણવીસને નાગપુરનું “કલંક” ગણાવ્યા.તેમના આ નિવેદન બાદ ભાજપના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા અને નાગપુરમાં ઉદ્ધવ ઠાકરેના પોસ્ટરો ફાડી નાખ્યા અને મંગળવારે નાગપુરમાં ઠાકરેની પ્રતિકાત્મક અંતિમયાત્રા કાઢી અને તેમનું પૂતળું બાળ્યું.નાગપુરમાં તેમના સંબોધનમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસના ગૃહ મતવિસ્તારમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપ નેતા ફડણવીસ નાગપુર પર એક ધબ્બા સમાન છે કારણ કે તેમણે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે કોઈ જોડાણ નહીં કરે.પરંતુ તેણે પાછળ ફરીને તે કર્યું.આ દરમિયાન ઉદ્ધવે બીજેપી નેતાની જૂની ઓડિયો ક્લિપ પણ ચલાવી હતી, જેમાં તે કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તેઓ ક્યારેય એનસીપી સાથે હાથ નહીં મિલાવશે.ઉદ્ધવે કહ્યું કે બીજેપી નેતાની ‘ના એટલે હા’.

‘કોરોનાના કારણે ચીનથી બહાર જશે કંપનીઓ, ભારત માટે આ છે સોનેરી તક’ : અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયા
મોદીની ના છતાં ભાજપ શાસિત રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન, દિલ્હી-મહારાષ્ટ્ર કરતા પણ હાલત છે ખરાબ
‘નમસ્તે ટ્રમ્પ’ સુપરહિટ : આતંકને નાબૂદ કરવાનો સંકલ્પ
વલસાડ ચેમ્બર્સ ઓફ કોમર્સે ઓડ ઇવનનો DM સમક્ષ મુદ્દો ઉઠાવ્યો
NCBની પૂછપરછમાં કરિશ્માની દીપિકા સાથે ડ્રગ્સ અંગે મોટી કબૂલાત
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે 502.34 કરોડ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
Next Article જુગારીઓ આનંદો ! હવે ઓનલાઈન ગેમિંગ,હોર્સ રેસિંગ,કેસિનો પર 28% GST વસુલાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up