પાકિસ્તાનના બદનામ સિંધ પ્રાંતમાં ત્રણ હિન્દુ યુવતીઓના અપહરણ, એક હિન્દુ યુવકની માત્ર 20 રૂપિયા માટે હત્યા

66

ઈસ્લામાબાદ,તા.13 જૂલાઈ 2023,ગુરૂવાર : બરાક ઓબામા જેવા લોકો લઘુમતીઓના મુદ્દે ભારતને તો સલાહ આપવામાં વાર નથી લગાડતા પણ પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિન્દુ,સિખો અને ખ્રિસ્તીઓ પર થતા સતત અત્યાચારના મુદ્દે તેમના મોઢામાંથી હરફ સુધ્ધા નીકળતો નથી.

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના અપહરણનો સિલસિલો યથાવત છે.આ માટે બદનામ થઈ ચુકેલા સિંધ પ્રાંતમાં 6 લોકોએ 13 વર્ષની કિશોરી સના મેઘવારનુ અપહરણ કર્યુ હતુ અને તેની સાથે મારપીટ કરી હતી.તેનુ અપહરણ કરાયુ ત્યારે તે માર્કેટમાંથી પોતાની માતા સાથે પાછી ફરી રહી હતી.આ હુમલામાં સનાની માતાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.અપહરણમાં સ્થાનિક જમીનદાર પણ સંડોવાયેલો છે.સનાના પિતાએ કહ્યુ હતુ કે, પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.સનાના પિતાએ પહેલા પણ ડર વ્યક્ત કર્યો હતો કે, જમીનદાર સનાનુ ધર્મ પરિવર્તન કરીને પોતાના ત્રણ પુત્રોમાંથી કોઈ એકનીસાથે તેના લગ્ન કરાવી દેશે.

ઉપરાંત સિંધ પ્રાંતમાં 20 રુપિયા લેવાના મામૂલી વિવાદમાં એક હિન્દુ યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.અન્ય એક ઘટનામાં અનિતા કુમારી, પૂજા કુમારી નામની યુવતીનુ અપહરણ કરીને તેમનુ ધર્મપરિવર્તન કરી દેવામાં આવ્યુ છે.

સ્થાનિક હિન્દુઓનુ કહેવુ છે કે, સરકાર અને પોલીસ અપરાધીઓનો જ પક્ષ લેતા હોય છે અને અપહરણ કરનારાઓ સામે કાર્યવાહી પણ કરતા નથી.

Share Now