By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવસારી : 2 બસ વચ્ચે અકસ્માત સર્જાતા 15થી વધુ મુસાફરો ઘાયલ, બસ ચાલકનું મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારી : 2 બસ વચ્ચે અકસ્માત સર્જાતા 15થી વધુ મુસાફરો ઘાયલ, બસ ચાલકનું મોત
GeneralSouth Gujarat

નવસારી : 2 બસ વચ્ચે અકસ્માત સર્જાતા 15થી વધુ મુસાફરો ઘાયલ, બસ ચાલકનું મોત

HM News
Last updated: 18/07/2023 7:03 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે,જે ખૂબ જ ચિંતાજનક છે.આ માર્ગ અકસ્માતમાં કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે,તો અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે.લોકો પુરપાટ ઝડપે વાહનો ચલાવતા જોવા મળે છે,તો બીજા રોંગ સાઇડમાં વાહન ચલાવતા હોય છે,જેને કારણે અકસ્માત સર્જાય છે.ત્યારે વધુ એક સમાચાર ગુજરાતના નવસારીમાંથી સામે આવ્યા છે,જેમાં 2 એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 15થી વધુ મુસાફરો ઘાયલ થયા છે,જ્યારે બસ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આજે સવારે નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર 2 બસ વચ્ચે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત 2 એસટી બસ વચ્ચે જ સર્જાયો હતો,જેને કારણે બસમાં સવાર 15 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.આ અકસ્માત ખૂડવેલ ગામના વળાંક નજીક સર્જાયો હતો.અકસ્માત દરમિયાન પીપલખેડના બસ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.બસમાં સવાર ઘાયલ મુસાફરોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ લોકલ પોલીસને થતાં ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.ધારાસભ્ય નરેશ પટેલને અકસ્માતની જાણ થતાં તેમણે ઘાયલોની મુલાકાત લઈ ઘાયલોની સ્થિતિ જાણી હતી.ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તે માટે પણ ધારાસભ્ય નરેશ પટેલે તબીબો સાથે વાત કરી યોગ્ય સૂચનો આપ્યા હતા.

થોડા દિવસ પહેલા સુરતમાં પણ એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો,જેમાં બ્રિજ પરથી રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે એક બસ આવી રહી હતી અને એક્સિડેંટ થતાં શાળાના 6 માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.આ અકસ્માતના cctv પણ સામે આવ્યા હતા,જેમાં રોંગ સાઇડમાં આવતી બસે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.

એક ફિલ્મ આવી હતી મૈં હૂં ના, તે જ રીતે અમે છીએ : ઉદ્ધવ ઠાકરે
હવે ઇઝરાયેલની જેમ 3 વર્ષ સુધી સેનામાં સેવા આપી શકાશે, મોદી સરકાર ટૂંક સમયમાં કરી શકે છે ‘અગ્નિપથ સ્કીમ’ની જાહેરાત
ડ્રૅગનની જાસૂસીથી અમેરિકા-યુરોપ પરેશાન, ભારત માટે વૉર્નિંગ બેલ
વાપી હરિયા હોસ્પિટલની સર્જીકલ નર્સે ફાંસો ખાધો
નવુ ઈન્કમટેકસ રીટર્ન ફોર્મ નોટીફાઈ: 1 એપ્રિલથી 30 જૂન સુધીના રોકાણ માટે નવી કોલમ
Share This Article
Facebook Email Print
Previous Article NDA vs PDA : કોણ કોના પર ભારે? વિપક્ષની એકજૂથતાના જવાબમાં આજે NDA નો મેગા શો
Next Article ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે લાંગાના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up