– સચિન સાવંતે નવ્યાને 1.75 લાખનાં કડાં સહિતની ગિફ્ટસ આપી
– મલયાલમ એકટ્રેસ નવ્યા સાવંતની ગર્લફ્રેન્ડ હોવાનો અને એક જ ઈમારતમાં રહેતી હોવાની ડ્રાઈવરની કબૂલાત
મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મલયાલમ અભિનેત્રી નવ્યા નાયર અને ૨૭ જૂને ઝડપાયેલા આઈઆરએસ અધિકારી સચિન સાવંત વચ્ચે સાઠગાંઠ હોવાનો દાવો કર્યો છે.વિશેષ કોર્ટમાં દાખલ થયેલા આરોપનામામાં જણાવ્યા અનુસાર સાવંતના ડ્રાઈવર સમીર ગાબાજી નવાલડેએ જણાવ્યું હતું કે નાયર અધિકારીની ગર્લફ્રેન્ડ છે અને એક જ ઈમારતમાં રહે છે.નાયર કોચી જતી રહેતાં સાવંત ૧૫-૨૦ વાર તેને મળવા ગયા હતા અને તેને રૃ. ૧.૭૫ લાખનું સોનાનું કડું પણ ભેટમાં આપ્યું હતું.
નલાવડેએ જણાવ્યા અનુસાર પોતે સાવંત માટે અનેકવાર ફ્લાઈટ ટિકિટો બુક કરાવી છે.આરોપનામામાં મુંબઈ,લખનઉ,દિલ્હી,કોચી અન ચેન્નાઈ વચ્ચે અનેક ફ્લાઈટોનો ઉલ્લેખ છે.સાવંતના મિત્રના કહેવા અનુસાર તેઓ સાનપાડામાં એક જીમમાં મળ્યા હતા અને સાવંત નાયરની ઘણા નજીક હતા અને તેઓ બંને સાનપાડાના એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.ઠાકુરે સાવંત માટે પોતાના નામે એન્ડેવર કાર ખરીદી હતી અને તેઓ આર્થિક વ્યવહારમાં સંકળાયેલા હોવાનું સાંભળ્યું હતું.
પોતનવ્યા ે નાયરનો ખાસ મિત્ર હોવાનું કબૂલીને સાવંતે કોઈ ભેટ આપી નહોવાનો ઈનકાર કર્યો હતો.તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોચીમાં નવ્યા માટે નહીં પણ મંદિરના દર્શન કરવા ગયો હતો.નવ્યા નાયરના પતિ અભિનેતા સંતોષને ઈડીનો ફોન આવ્યો હતો.નવ્યા નાયરે બધા સવાલના જવાબ આપ્યા હતા અને સાવંતે પોતાને કોઈ ભેટ આપી ન હોવાનું જણાવ્યુંહતું.સાવંત સાથે પ્રેમ સંબંધ નહોવાનું કહીને તેણે જણાવ્યું હતું કે તેમના પરિવાર એક જ ઈમારતમાં રહેતા હોવાથી ઓળખે છે.પાડોશી તરીકે સાવંતને ઓળખતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઈડીના આરોપનામામાં સાવંતની સોશ્યલ મીડિયા ફ્રેન્ડ શશી ચોહાણના નિવેદનનો પણ સમાવેશ થાય છે.તેના કહેવા અનુસાર સાવંતે તેને પોતાની રોકડ વાપરવામાં મદદ કરવા જણાવ્યુંહતું.તેની મિલકતનું વ્યવસ્થાપન કરવા,વ્યવહાર કરવા,શેલ કંપનીઓની માલિકી અને નિયત્રણનું કામ સંભાળવા લાગી હતી.સાવંતની તમામ સ્થાવર અને જંગમ મિલકતોની વિગત ઈડીને તેણે આપી હતી.તેણે જણાવ્યું હતું કે થ્રીજી આઈડી ટેક્નોલોજી પ્રા.લિ.નું મેનેજમેન્ટ કરતી હતી ત્યારે સાવંતની બહેન અને પત્નીને કર્મચારી તરીકે નિયુક્ત કરાયા હતા.તેમને કાગળ પર રૃ. ૪૦ હજારનો પગાર અપાતો હતો.