ઈઝરાયલના હુમલાઓમાં 24 કલાકમાં 436 લોકોના મોત

111

ઈઝરાયલે ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલા વધારી દીધા છે.એક દિવસમાં 320 જગ્યાએ બોમ્બમારો કર્યો છે.હમાસના કહેવા મુજબ ગાઝા પટ્ટી પર રાતોરાત ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 60 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન અધિકારીઓએ આપેલ માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.અત્યાર સુધીમાં ગાઝામાં લોકોનો મૃતાંક 4,650થી વધુ થઇ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને રક્તદાન કરવાની કરી અપીલ

હાલ ગાઝાની હોસ્પિટલોની હાલત અત્યંત ખરાબ છે.હોસ્પિટલોમાં બ્લડ અને તબીબી પુરવઠાની તીવ્ર અછત સર્જાય છે.આવી સ્થિતિમાં ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને વધુમાં વધુ રક્તદાન કરવાની અપીલ કરી છે.અમેરિકા સાથેના મજબૂત આર્થિક અને રાજકીય સંબંધોના કારણે ઘણા આરબ દેશો ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકવામાં મદદ કરી શકે છે.આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે.

24 કલાકમાં 320 ઠેકાણે હુમલા

માહિતી અનુસાર ઈઝરાયલે હવે ગ્રાઉન્ડ ઓપરેશનની પણ તૈયારી કરી રાખી છે.ગાઝાની સરહદે તેની સેના એકજૂટ છે.વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ જનરલો અને યુદ્ધ કેબિનેટની બેઠક કરશે.ઈઝરાયલી સૈન્યએ 24 કલાકમાં પેલેસ્ટાઈનના લગભગ 320 ઠેકાણે હુમલા કર્યા હતા.

ઈરાને આપી ધમકી

ઈરાને (Iran Warning) પણ ધમકી આપી છે કે ઈઝરાયલે જો ગાઝા પર હુમલા બંધ નહીં કર્યા તો મધ્યપૂર્વ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ જશે.ઈરાનના રાજદ્વારી હોસેન અમીર અબ્દુલ્લાહિયાને કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલે ગાઝામાં તાત્કાલિક ધોરણે નરસંહાર અટકાવવો જોઈએ નહીંતર આ ક્ષેત્ર નિયંત્રણ બહાર થઈ જશે.

Share Now