By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તબલીગી જમાત મરકઝના મૌલાના સાદનો મળ્યો પત્તો : ગમે ત્યારે પોલીસ દબોચી લેશે !!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તબલીગી જમાત મરકઝના મૌલાના સાદનો મળ્યો પત્તો : ગમે ત્યારે પોલીસ દબોચી લેશે !!
GeneralNational

તબલીગી જમાત મરકઝના મૌલાના સાદનો મળ્યો પત્તો : ગમે ત્યારે પોલીસ દબોચી લેશે !!

HM News
Last updated: 08/04/2020 6:50 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી: માર્ચના બીજા સપ્તાહમાં નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર મૌલાના સાદની જાણકારી મળી છે. પોલીસ સૂત્રો અનુસાર મૌલાના સાદ જાકિરનરમાં આવેલા તેના ઘરમાં ક્વોરન્ટાઇન છે. મૌલાના સાદે જ તે ધાર્મિક કાર્યક્રમનું ઓયોજન કર્યું હતું જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. તેના પરિણામે દેશમાં અચાનક કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.

પ્રાપ્ત આંકડાઓ અનુસાર અત્યાર સુધી દેશમાં કોરોનાના જેટલા પણ કેસ સામે આવ્યા છે. તેમાંથી લગભગ 30 ટકા લોકો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. આ કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોમાંથી કેટલાક લોકોના મોત પણ થયા છે. હજારો લોકો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, કેટલાક વિદેશી નાગરિક ટૂરિસ્ટ વીઝા પર અહીં આવ્યા હતા અને જમાતના ધાર્મિક કર્યાકર્મમાં ભાગ લેતા હતા. એવા હજારો લોકોને બ્લેક લિસ્ટ કરી તેમના વીઝાને પણ રદ્દ કરવામાં આવ્યા છે.

દેશમાં અત્યારસુધીમાં 1445 લોકો કોરોના સંક્રમિત દર્દી તબલીગી જમાતના છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 20 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ 20 કેસમાંથી 10 મરકઝના છે. મૌલાના સાદ પર કેટલાક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સાદની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યા બાદ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમ તપાસ કરી રહી છે.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે 26 સવાલોનું એક લિસ્ટ પણ તૈયાર કરી મૌલાના સાદના ઘરે મોકલ્યું છે. તેમાં લિસ્ટ દ્વારા માહિતી માગવામાં આવી છે કે, કઈ રીતે આ મરકઝમાં લોકો આવી રહ્યાં હતા. જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી કેટલા લોકો આવ્યા છે. કઈ રીતે મરકઝનું આયોજન કરવામાં આવતું હતું?

આ વચ્ચે સૂત્રોના અહેવાલથી મળતી જાણકારી અનુસાર કોરોનાના ખતરાને જોઈ કેટલાક મુસ્લિમ નેતાઓએ તબલીગી જમાતના કાર્યક્રમને રદ કરવાની સલાહ આફી હતી. સૂત્રોનું કહેવું છે કે, કેટલાક ઇસ્લામિક સ્કોલર અને ધર્મગુરૂઓએ પણ મૌલાના સાદને આ કાર્યક્રમ રદ કરવાનો આગ્રહ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને લઇને તબલીગી જમાત બે ભાગમાં વહેચાઈ ગઈ હતી, એક જૂથે આ કાર્યક્રમને ટાળ્યો હતો. પરંતુ મૌલાના સાદ તેની જીદ પર રહ્યો અને નિઝામુદ્દી મરકઝમાં ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો.

રાજ્યમાં નવ IASની એક સાથે બદલી, જાણો કોને મળ્યું કયું પદ
NIAને રાંચીમાં વિદેશી મૌલવીની હાજરી પાછળ મોટા કાવતરાંની આશંકા
લાઉડસ્પીકર વિવાદ: સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરનારી 135 મસ્જિદો સામે મહારાષ્ટ્ર સરકાર કરશે કાર્યવાહી
ભારતે યુક્રેન યુદ્ધમાં રશિયાને ખુલ્લું સમર્થન આપ્યાનું ચીને જુઠ્ઠાણું ફેલાવ્યું
બારડોલી નગરપાલિકા કથિત કચરા કૌભાંડ : આરોગ્ય ચેરમેને નિરીક્ષણ કરતાં થયો પર્દાફાશ
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્ર: તબલીગી જમાતનાં 60 સભ્યો ગુમ, મોબાઇલ બંધ, કાર્યવાહીના આદેશો
Next Article સોનિયાને મીડિયા સાથે વાંકુ પડ્યું! : કેન્દ્રને ચેનલ, અખબારોમાં બે વર્ષ જાહેરાત ન આપવા પત્ર લખ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up