અમદાવાદ : અત્યારે ભારતમાં કોરોના લોકલ ટ્રાન્સમિસનમાં પરિવર્તિત થવા જઇ રહ્યું છે અને હજારો લોકોને ચેપ લાગ્યો છે. આવી પરિસ્થિતિમાં ભારતમાં ક્યારથી કોરોનાનો પગ પેસારો થયો અને કેવો રીતે કોરોનાનો ફેલાવો થયો એ જાણવા જેવુ છે.
ચીનમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિસન નવેમ્બર-ડિસેમ્બર 2019થી જ થઈ ગયું હતું. ત્યારે વિશ્વ આ મહામારી માટે આટલી ગંભીરતા દાખવી રહ્યું નહોતુ. જ્યારે તેનો ફેલાવો આજુબાજુના અને વિશ્વના અનેક દેશોમાં થયો ત્યારે પણ આ મહામારી વૈશ્વિક સ્તરે આટલું નુકસાન કરશે એવી કોઈની પણ ધારણા બહાર હતું, ભારત પણ એમાંથી બાકાત નહતું. જો ભારત સરકાર નવેમ્બર 2019થી જ આ બીમારી અંગે ગંભીરતા દાખવતા તો કદાચ આપણે કોરોના વાયરસનો પ્રસાર અટકાવી શક્યા હોત. ત્યારે જ વિદેશી પ્રવાસીઓ ને ક્વૉરન્ટિનમાં રાખવાના હતા પણ ત્યારે સરકાર તે તક ચૂકી ગઈ.
જાન્યુઆરી 30માં જ ભારતમાં covid-19 નો પ્રથમ કેસ કેરલમાં નોધાયો હતો અને ફેબ્રુઆરી આવતા આવતા વધુ 3 કેસ નોધાયા હતા. જોકે, આ કેસ વિદેશથી આવેલા ભારતીયો માં જ જોવા મળ્યા હતા. ત્યાર બાદ ફેબ્રુઆરી આખા મહિનામાં ક્યાય પણ સંખ્યા બંધ કેસ નોધાયેલા નહોતા. એટલે તંત્ર અને પ્રજાએ નિરાંતનો શ્વાસ લીધો કે, આપણે બચી ગયા. પણ આ રાહત લાંબો સમય ટકી ન શકી. માર્ચનાં શરૂઆતમાં જ કોરોનાનો ઇન્ક્યુબેશન સમય પૂરો થતાંની સાથે જ એકી સાથે 22 કેસ નોધાયેલા. જેમાથી 14 જણ તો ઇટાલીના પ્રવાસથી પરત આવ્યાં હતા. આમ કોરોનાનો ફેલાવો માર્ચથી ચાલુ થયો અને 12મી માર્ચ સુધીમાં તો એક વૃદ્ધને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો. 12મી માર્ચ સુધી જ્યારે કોરોનાને કારણે મૃત્યુઆંક 50થી વધારે નહોતા અને 15મી માર્ચ સુધીમાં સંખ્યા 100 વટાવી ચૂકી હતી. 28મી માર્ચ સુધીમાં 1000નો આંકડો વટાવ્યો હતો. જ્યારે 9એપ્રિલ સુધી આ આંકડો 5000ને વટાવી ગયો છે. આના પરથી જ જોઇ શકાય છે કે આ વાયરસનો પ્રસાર કેટલો તીવ્રતાથી થાય છે. 23મી માર્ચથી કેન્દ્ર સરકારે ફેલાવો ઓછો કરવા માટે લૉકડાઉન લગાવી દીધું. જોકે, 28મી માર્ચ પછી ફેલાવો વધવાના બે કારણો રહ્યા, એક કે 10થી 12 માર્ચ દરમિયાન અમુક શીખ પ્રવાસીઓ જર્મની અને ઇટાલીથી આવ્યા અને ત્યાર બાદ શીખોના મેળવડામાં ભાગ લેવા ગયા અને એના 14 દિવસ થતાં જ એકી સાથે 27કેસ પંજાબમાં નોધાયા અને ત્યાં ફેલાવાનો દર પણ વધવા લાગ્યો. બીજું 22થી 31માર્ચ દરમિયાન દિલ્લીનાં તબલીગી જમાતનાં મેળાવડામાં અંદાજે 9000 લોકોએ ભાગ લીધો હતો. જેમાં ભારતીય અને 950થી વધુ વિદેશી મુસ્લિમ નાગરિકોનો પણ સમાવેશ થયો હતો.
ત્યારબાદ કોરોનાના કેસ આવના શરૂ થયા. જેમાં મોટા ભાગનાં કેસ આ મેળાવડા સાથે સંકડાયેલા હતા. 6 એપ્રિલ સુધી દેશમાં 4000થી વધુ કેસ હતા જેમાં 1500 જેટલા કેસ તો આ જમાતમાં ગયેલા લોકો અને તેમની સાથે સીધી કે આડકતરી રીતે સંપર્ક માં આવેલા લોકો ના જ હતા. આ રીતે તેઓ પોતાને , પોતાના પરિવાર અને આજુબાજુ ના લોકોને નુકસાન પહોચાડી ચૂક્યા છે,મુંબઈમાં 6 એપ્રિલનાં રોજ હૉસ્પિટલની બેદરકારીના કારણે સ્ટાફના નર્સ અને ડોક્ટરને જ કોરોના પોઝિટિવ આવ્યું , જે દર્શાવે છે કે, આ વાઇરસ બેદરકારોને પહેલા ભરખે છે.
આજની તારીખ માં પણ આ આંકડો વધતો જ જઇ રહ્યો છે જે જણાવે છે કે આગળ હજી પણ લોક ડાઉનની જરૂર છે સાથે સાથે તકેદારીની પણ જરૂર છે. પોતાની કાળજી લો જેથી તમે તમારા પરિવાર ની કાળજી પણ લઈ શકો. બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી લો. ઘરમાં જ સુરક્ષિત રહો. સરકારની કામગીરી માં તમારો સહયોગ આપવો હોય તો તમે ઘરમાં રહીને સુરક્ષિત રહીને દેશ સેવા કરો.


