દેશમાં કોરોના (Corona) પ્રકોપ વધતાં વધુ 19 દિવસનું લોકડાઉન લગાવતાં 3 મે સુધી તમામ વિસ્તારોને લોકડાઉન કરાયા છે.સંપૂર્ણ પણે સોશ્યલ ડિસ્ટન્સનું ધ્યાન આપવા પણ જણાવાયું છે. રાજ્યમાં કોરોના સંક્રમણના દર્દીઓ વધતાં તેઓની સારવાર માટે હવે ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. કોરોના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર ધર્મશાળાને પણ કોરોના વોર્ડમાં ફેરવી દેવામાં આવી છે. આ મંદિર બોટાદ જિલ્લાના સારંગપુરમાં છે.હનુમાનજી મંદિરમાં તેના નામને અનુરૃપ કષ્ટભંજન એટલે કે કષ્ટોને દૂર કરનાર હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યું છે.
ધર્મશાળાના 100 બેડની હોસ્પિટલમાં ફેરવાઈ
મંદિરના વ્યવસ્થાપકોએ સંકટના આ સમયમાં જાતે જ આગળ વધીને મંદિરની ધર્મશાળાના 100 બેડની એક હોસ્પિટલમાં ફેરવી દીધી છે.મંદિર પ્રશાસને અહીંના અતિથિગૃહના 100 પથારી અને 50થી વધારે રૃમોને વોર્ડમાં બદલી દીધા છે.અહીં 10 આઈસીયૂ બેડ, ઓપીડી, ડોક્ટર્સ રૂમ, સ્ટાફ રૂમ, ઓક્સિજન સપ્લાઈ, 5 વેન્ટિલેટર અને 45 આઈસોલેશન વોર્ડની સુવિધા કરી દીધી છે.એટલું જ નહીં નામને અનુરૂપ કષ્ટભંજન હનુમાનજી મંદિર સંકટના આ સમયમાં કેટલાય દિવસોથી જરૃરિયાતવાળા લોકોને ખાવા પીવાની ચીજો ઉપલબ્ધ કરાવે છે.આવો જાણીએ આવા મંદિરનો ઇતિહાસ અને માન્યતાઓને
મંદિર વિશે છે અનોખી માન્યતા
મંદિર વિશે અનોખી માન્યતા મુજબ જ્યારે પ્રાચીન સમયમાં શનિદેવનો પ્રકોપ વધી ગયો ત્યારે દુખી લોકોએ હનુમાનજીની પ્રાર્થના કરી.પ્રાર્થના સાંભળી હનુમાનજી શનિદેવ પર ક્રોધિત થયા અને તેમને દંડ દેવાનો વિચાર કર્યો.જ્યારે શનિદેવને આ વાતની ખબર પડી તો તે હનુમાનજીના પ્રકોપથી બચવા માટે વિચારવા લાગ્યા.
શનિદેવના મનમાં વિચાર આવ્યો કે હનુમાનજી બાળબ્રહ્મચારી છે અને તેઓ સ્ત્રીઓથી દૂર રહે છે.ન તો તેમના પર હાથ ઉપાડે છે.હનુમાનજીના ક્રોધથી બચવા માટે શનિએ સ્ત્રીનો વેશ ધારણ કરી લીધો અને હનુમાનજીના ચરણોમાં પડી ગયા.આ બધું જોઈને હનુમાનજીએ તેમને માફ કરી દીધા.આજે પણ હનુમાનજીની મૂર્તિના ચરણોમાં શનિ દેવ સ્ત્રી રૂપમાં વિરાજમાન છે.તેમની આ રૂપમાં જ પૂજા થાય છે.અહીંની માન્યતા છે કે જે ભક્ત પોતાના દુખ લઈને હનુમાનજીના દરબારમાં પ્રાર્થના કરે છે.બજરંગબલી તેમના તમામ કષ્ટો દૂર કરી દે છે.આ કારણે આ મંદિર કષ્ટભંજન હનુમાનજીના મંદિરથી જાણીતું છે.હનુમાનજી મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય સંત શ્રી ગોપાળાનંદ સ્વામીએ લોકોના દુખ દુર કરવા બોટાદના સારંગપુરમાં હનુમાનજીનું મંદિર બનાવી આપ્યું હતું.પ્રાણ પ્રતિષ્ઠા બાદ અહીં અનેક લોકોએ પોતાના દુખ દુર કરવા પ્રાર્થના કરી.હનુમાનજીએ તેઓના કષ્ટ દૂર કર્યા છે.દર વર્ષે અહીં લાખો ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે.


