હાલમાં ચો તરફ કોરોનાને લઈને ચર્ચા ચાલી રહી છે એવામાં ભાજપમાં કોરોનાને લઈને નેતાઓ વચ્ચે તું તું મેં મેં થઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. કોરોના મુદ્દે નેતાઓ દ્વારા આપવામાં આવેલા સુચનને મામલો ગરમાયો હતો એટલી હદે ચર્ચા વધી હતી કે સહ સંગઠન મંત્રી સુધી મામલો પહોંચ્યો. હાલમાં બધા કોરોના મુદ્દે જ ચર્ચા કરી રહ્યા છે દરરોજ એક નવી વાત સામે આવે છે જેમાં કોરોના નવા લક્ષણ કે પછી તેના તેને લગતી દવાઓ અને સારવાર કે નવા નોંધાયેલા કેસ બાબત ચર્ચાઓ ચાલતી હોય છે ત્યારે ભાજપ માં આ બાબતે ચર્ચા થતા નેતાઓ વચ્ચે તું તું મેં મેં થઈ ગઈ હોવાની વાત સામે આવી રહી છે. સુત્રોની જો વાત માનીએ તો થોડા દિવસ અગાઉ ભાજપના મીડિયા ટીમમાં એક ડોકટર સભ્ય દ્વારા કેટલાક સૂચનો લગતી એક પોસ્ટ એ વોટ્સ એપ ગ્રુપમાં મૂકી હતી.
જે પૈકી ના કેટલાક સૂચન કેન્દ્ર સરકાર દ્વારા પણ અમલમાં મુકવામાં આવ્યા છે. હવે આજ બાબત ને લઈને ભાજપના નેતાઓ વચ્ચે જાણે કે શીત યુદ્ધ જામ્યું હોય એમ એક બીજા પર કટાક્ષ કરવામાં આવ્યા છે. ગ્રુપના સભ્ય દ્વારા લગભગ 1 વિક પહેલા આ પોસ્ટ ગ્રુપમાં મુકવામાં આવી હતી જેના વિક બાદ આ બાબતને લઈને ગ્રુપના અન્ય એક સભ્ય કે જેઓ સૌરાષ્ટ્રના છે તેના દ્વારા કે જેઓ હાલમાં પ્રદેશની મીડિયા ટીમના હોદ્દા પર પણ છે જેણે કેટલીક બાબત લખી અને આ પોસ્ટ સોશિયલ મીડિયામાં નહીં પરંતુ પર્સનલ સરકાર સુધી પહોંચાડવા કહ્યું હતું તો એ પોસ્ટમાં કેટલાક લખાણ સરકાર વિરોધી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.આજ સમયે ભાજપના એક વરિષ્ઠ નેતાએ આ મામલે દરમિયાનગીરી કરવાની ફરજ પડતા આ પોસ્ટ મામલે કોઇ વાંધા જનક ટિપ્પણી ના હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
જેથી આ સમગ્ર ચર્ચા વચ્ચે આ મીડિયા ટીમના ગ્રુપમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણી અને સહ સંગઠન મંત્રી ભીખુ દલસાણીયાને પણ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા અને બાદમાં આ ચર્ચાઓ ગ્રુપમાં લાંબી ચાલી હતી. અને બાદમાં એ નેતા દ્વારા વધુ એક વખત જણાવ્યું હતું કે ગ્રુપના ડોકટર સભ્ય દ્વારા કયો કયો મુદ્દો પણ સરકાર વિરોધી લખેલો છે..આમ કોરોનાને લઈને ભાજપના મીડિયા ટીમના ગ્રુપમાં પણ ચડભડ જામી ગઈ હતી અને અંતે ગ્રુપના કેટલાક સભ્યો શાંત થઈ ગયા તો કેટલાક સભ્યો એ ગ્રુપ લેફ્ટ કરી દીધું તો કેટલાક સભ્યો દ્વારા પોતે કરેલા મેસેજ ડીલીટ કરી દીધા હતા. તો બીજી એક સ્થિતિ એ પણ સર્જાઈ હતી કે ગ્રુપમાં જે સૂચન વાળી પોસ્ટ મુકવામાં આવી હતી તે પૈકીના કેટલાક સૂચનો કેન્દ્ર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે.


