[weather_data]
Breaking News
TRENDING NEWS

FY24 માટેના ભારતના વૃદ્ધિદરનો અંદાજ વધારીને 6.1% નોંધાશે : IMF

[updated_date] [post_views]

Table of Content

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે ચાલુ નાણાકીય વર્ષ માટેના વૃદ્ધિદરનો અંદાજ વધારીને 6.1 ટકા કર્યો હતો. આઈએમએફે આ માટે મજબૂત ડોમેસ્ટિક ઈન્વેસ્ટમેન્ટને કારણે આ શક્ય હોવાની વાત કરી હતી.સાથે સાથે તેણે ચેતવણી ઉચ્ચારી હતી કે, વૈશ્વિક સ્તરે હજી સમસ્યાઓ યથાવત છે અને ફુગાવા સામેની લડાઈ હજી જારી જ છે.આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)એ ભારતના આર્થિક વૃદ્ધિદરના અંદાજમાં વધારો કર્યો છે.ચાલુ નાણાકીય વર્ષ માટેનો આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ હવે વધારીને 6.1 ટકા કર્યો છે.આ માટે તેને મજબૂત ડોમેસ્ટિક ઈન્વેસ્ટમેન્ટનું કારણ આપ્યું છે.જોકે, સાથે સાથે IMFએ વૈશ્વિક ઈકોનોમી માટે ચેતવણીના સૂર પણ ઉચ્ચાર્યા હતા.તેને કહ્યું હતું કે, હજી વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલીઓમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યું નથી.ફુગાવા સામેની વિશ્વની લડાઈ હજી જારી જ છે તેનો હજી અંત આવ્યો નથી.

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે ચાલુ નાણાકીય વર્ષે ભારતનો વૃદ્ધિ દર 6.1 ટકા રહેવાની ધારણા દર્શાવી છે.આ અગાઉ એપ્રિલમાં તેમણે વૈશ્વિક અનિશ્ચિચતતાનું કારણ આગળ ધરીને સૂચિતગાળામાં ભારતનો આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 5.9 ટકા રહેવાની ધારણા દર્શાવી હતી.આગામી નાણાકીય વર્ષ એટલે કે 2024-25 માટેનો આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ 6.3 ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે.IMFના આ અંદાજને કારણે ભારત ચાલુ નાણાકીય વર્ષે તેમજ આગામી નાણાકીય વર્ષે પણ સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનું ટેગ જાળવી રાખે તેવી શક્યતા છે.જોકે, IMFનો અંદાજ ભારતીય રિઝર્વ બેન્કના 6. 5%ના અંદાજની સરખામણીમાં નીચો છે.વર્લ્ડ બેન્કે 6.3% અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતના આર્થિક વિકાસનો અંદાજ 6.4% વ્યક્ત કર્યો છે.કોરાના અને રશિયા-યુક્રેન વોરથી સપ્લાય ચેન પર થયેલી બેવડી અસરના ઝટકા બાદ ભારતીય ઈકોનોમીમાં ખુબ જ ઝડપી રિકવરી જોવા મળી છે.ભારતીય ઈકોનોમીના મોટા ભાગના ઈન્ડિકેટર પણ દેશમાં ગ્રોથ મોમેન્ટમ જળવાઈ રહેવાની શક્યતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles