લોકડાઉનને ત્રણ મહિના સુધી લંબાવવાની તૈયારી?

495

નવી દિલ્હી, તા.26 માર્ચ 2020, ગુરૂવાર

ભારત કોરોના વાયરસને કાબૂમાં કરવા માટે મથી રહ્યુ છે. સરકારે જાહેર કરેલા 21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે પણ નાણામંત્રીએ આજે જે રીતે વિશેષ પેકેજ જાહેર કર્ય છે તે જોતા એવી પણ અટકળો થઈ રહી છે કે, સરકાર જરુર પડે તો લોકડાઉન 3 મહિના સુધી પણ લંબાવી શકે છે.

સરકારનો પ્રયાસ છે કે, કોરોનાનો રોગચાળો ત્રીજા સ્ટેજમાં ના પહોંચે. 21 દિવસના લોકડાઉનના બીજા દિવસે સરકારે પેકેજ પણ જાહેર કર્યુ છે.1.70 લાખ કરોડના આ પેકેજમાં આંખે ઉડીને વળગે તેવી વાત એ છે કે, તમામ જાહેરાતો ત્રણ મહિનાના સમયગાળાને ધ્યાનમાં રાખીને જ કરવામં આવી છે.

મહિલાઓના ખાતામાં પૈસા જમા કરવાના હોય, મફત ગેસ સિલિન્ડર, ખેડૂતોને મદદ, કર્મચારીઓને ઈપીએફમાં મદદ જેવી મોટી જાહેરાતોમાં એક વાત કોમન હતી કે, આ તમામ બાબતોની તૈયારી 3 મહિના માટે કરવામાં આવી છે.

જે રીતે ત્રણ મહિના પર ભાર મુકાયો છે તે જોતા અટકળો થઈ રહી છે કે, સરકાર લોકડાઉન લંબાવવાની તૈયારી છે. જોકે સત્તાવાર રીતે સરકારે હજી સુધી એવી કોઈ જાહેરાત કરવાની તૈયારી બતાવી નથી..

Share Now