NIAને રાંચીમાં વિદેશી મૌલવીની હાજરી પાછળ મોટા કાવતરાંની આશંકા

299

– લોકડાઉનમાં રાંચીની મસ્જિદોમાંથી 30 વિદેશી મૌલવી પકડાયા
– રાંચીમાં વિદેશીઓ દ્વારા ધાર્મિક સ્થળોનો દુરુપયોગ કરતો હોવાનો ભાજપ નેતા અનંત ઓઝાનો આરોપ

રાંચી,

કોરોના વાઈરસના કારણ ેસમગ્ર દેશમાં લોકડાઉન છે તેવા સમયે રાંચીની મસ્જિદોમાંથી એક સપ્તાહમાં ૨૯ વિદેશી મૌલવીઓના મળવા પાછળ એનઆઈએ સહિતની તપાસ એજન્સીઓને કોઈ મોટાં કાવતરાંની આશંકા થઈ રહી છે. જિલ્લાની વિદેશી શાખાને મૌલવીઓના આગમન અને તેમના રહેવાની માહિતી નહીં હોવાના કારણે તેમને શંકાથી જોવામાં આવી રહ્યાં છે. દેશમાં કોરોનાથી બચવા લોકડાઉન ન કરાયું હોત તો મૌલવીઓની હાજરીની જાણ પણ ન થઈ શકી હોત.

તપાસ એજન્સીઓનું માનવું છે કે જમાતના નામ પર કોઈ મોટી રમત તો નથી રમાઈ રહી ને? પટના, મેરઠની મસ્જિદો સિવાય રાંચી અને તમાડ અને હિંદપીઢીની મસ્જિદોમાં ચૂપચાપ રહેતા મોટી સંખ્યામાં વિદેશી મૌલવીઓના મિલન પછી કેન્દ્રીય તપાસ એજન્સીઓ સાવધ થઈ ગઈ છે.

એનઆઈએ, ઈન્ટેલિજન્સ બ્યુરો સહિત અન્ય ગુપ્તચર એજન્સીઓ તેમના ઈરાદાઓ જાણવા તેમની પાછળ પડી ગઈ છે. વિદેશીઓને સંરક્ષણ આપનારાઓની પણ તપાસ એજન્સી માહિતી એકત્ર કરી રહી છે. રાંચી જિલ્લાની વિદેશી શાખામાં સૌથી વધુ અરજીઓ અને માહિતી મીશનરીઝ સંસ્થાઓમાંથી આવી છે. અહીં વિદેશી આવનારા દરેક નાગરિકની માહિતી મળી જશે.

રાંચી જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે માત્ર ત્રણ દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નાગરિકોએ જ તેમની હિલચાલ સંબંધિત માહિતી જિલ્લાની વિદેશી શાખાને આપવાની હોય છે. અન્ય દેશોના નાગરિકો માટે માહિતી આપવી ફરજિયાત નથી.

ભાજપે રાંચીના હિંદપીઢીમાં પકડાયેલા ૨૪ વિદેશીઓના આધારે રાજ્ય સરકારને ઘેરી છે. ભાજપના પ્રદેશ મહામંત્રી અનંત ઓઝાએ કહ્યં કે આ મસ્જિદમાં વિદેશીઓના મળી આવવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ રદગાંવ સ્થિત મસ્જિદમાં ચીન, કિર્ગિસ્તાન જેવા દેશોમાંથી આવેલા વિદેશી પકડાયા હતા. અનંત ઓઝાએ કહ્યું કે કોરોના સંકટ વચ્ચે રાજ્યમાં ગંભીર કાવતરું રચાઈ રહ્યું હોવાની શક્યતા છે.

તેમણે ઉમેર્યું હતું કે આ વિદેશી તત્વોને કોણે બોલાવ્યા હતા અને કયા ઉદ્દેશ્યથી તેઓ મસ્જિદમાં છુપાયા હતા તે જાહેર થવું જોઈએ. લોકડાઉનની આ સ્થિતિમાં પણ જે લોકો તંત્રને મૌલવીઓના છુપાયા હોવાની માહિતી નથી આપતું તેમની તપાસ થવી જોઈએ.

Share Now