સરકારી કર્મચારીઓને પગાર આપવા પૈસા નથી, જલ્દી દારૂની દુકાનો શરૂ કરો !

432

કોરોના મહામારીની વચ્ચે લોકડાઉને આર્થિક મુશ્કેલીઓ વધારી દીધી છે. લોકો નોકરીઓ ખોઈ રહ્યા છે.ધંધા બંધ પડ્યા છે.સામાન્ય નાગરિકોની સાથે સાથે સરકારોને પણ પૈસાની કમીથી હેરાન થઈ રહી છે.કર્ણાટકના આબકારી વિભાગમાં હાલત એવી થઈ ગઈ છે કે,સેલરી આપવા માટેનું પણ ફંડ નથી બચ્યું.

આબકારી વિભાગમાં પૈસાની ખેંચ સર્જાઈ

આ બાબતના રાજ્યના આબકારી મંત્રી એચ.નાગેશ ઘણા ચિંતિત છે.તેમણે કહ્યું છે કે, વિભાગની હાલત ઘણી નાજૂક છે અને સેલરી અને બીજા ખર્ચા ઉઠાવવા માટે પૈસા નથી વધ્યા.હકીકતમાં જોઈએ તો, 25 માર્ચથી દેશમાં જે રીતે લોકડાઉન ચાલી રહ્યું છે તે, જોતા કર્ણાટકમાં દારૂની દુકાનો બંધ પડી છે. સાથે જ તમામ બાર અને પબ પણ બંધ છે.દારૂનું વેચાણ બંધ હોવાના કારણે કર્ણાટક સરકારને દર મહિને 1800 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યુ છે.

મુખ્યમંત્રી સાથે કરી વાત

આ બાબતે આબકારી વિભાગના મંત્રી નાગેશે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સાથે વાત કરી છે.તથા લોકડાઉનમાં થોડી રાહત આપવા જણાવ્યુ છે.તો મુખ્યમંત્રીએ પણ જણાવ્યુ હતું કે,આગળ પરિસ્થિતી જોઈ નિર્ણય લઈશું. મુખ્યમંત્રીએ પણ દુકાનો ખોલવામાં રસ દાખવ્યો છે. કારણ કે, અમારે સેલેરી આપવા અને બીજા ખર્ચા ઉઠાવવા માટે પૈસાની જરૂર છે.અમારો ખજાનો ખાલી થઈ ગયો છે.અમને આશા છે કે,રાહત આપવામાં આવશે.

Share Now