ભારતની ફાર્મા કંપની સિપ્લા(Cipla) ઓગસ્ટ મહિનામાં ફેવીપિરાવિર દવા લોન્ચ કરવાવાળી છે.આ દવાનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે થશે. મીડિયા રિપોર્ટ મુજબ સીએસઆઈઆર એટલે કે કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR-Council of Scientific & Industrial Research) એ ઓછા ખર્ચમાં આ દવા તૈયારી કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ સિપ્લાને ડીસીજીઆઈ(DCGI) થી આ દવા લોન્ચ કરવા મંજૂરી મળી ગઈ છે.ભારતમાં સિપ્લા આ દવાને ‘સિપ્લેંજા’(Ciplenza) બ્રાન્ડ નામથી લોન્ચ કરશે.આ દવા ઓગસ્ટના પહેલા સપ્તાહથી માર્કેટમાં ઉપલબ્ધ થશે એવી માહિતી છે.કિંમતની વાત કરીએ તો આ દવાની એક ટેબલેટની કિંમત 68 રૂપિયા બતાવવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ સિપ્લાએ તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં આ દવા બનાવવાની પ્રક્રિયા ઝડપી કરી છે.ડીસીજીઆઈએ દેશમાં ઇમરજન્સી સ્થિતિઓમાં ફેવીપિરાવીરની મંજૂરી આપી છે.નવી ટેક્નોલોજીથી દવાનું નિર્માણ થતા આનો ખર્ચ ઓછો છે તેથી કિંમત પણ ઓછી છે.માહિતી પ્રમાણે સિપ્લા ખૂબ જ ઓછા સમયમાં આ દવાનું ઉત્પાદન કરશે.