મૂર્ખતાનુ પ્રદર્શન છે, ઈસ્લામિક દેશોના સંગઠને આપેલા નિવેદનની ભારતે કાઢી આકરી ઝાટકણી

227

નવી દિલ્હી,તા.25 માર્ચ 2022,શુક્રવાર : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આયોજિત ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝની બેઠકમાં જમ્મુ કાશ્મીર મુદ્દે અપાયેલા નિવેદનની ભારતે આકરી ઝાટકણી કાઢી છે.

આ બેઠકમાં જે પ્રસ્તાવ મુકાયો હતો તેમાં કહેવામાં આવ્યુ હતુ કે,જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનની અમે નિંદા કરીએ છે.કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય પણ ભારતે એક તરફી રીતે કર્યો છે અને તે ગેરકાયદે છે.જેનો હેતુ કાશ્મીરમાં વસતીના સમુતલનમાં ફેરફાર કરવાનો છે.જ્યાં સુધી કાશ્મીરના મુદ્દાનુ સમાધાન નહીં થાય ત્યાં સુધી દક્ષિણ એશિયામાં શાંતિ નહી સ્થપાય.અમે જમ્મુ અને કાશ્મીરના લોકોની સાથે છે તથા યુએનમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે તેમના આત્મનિર્ણયના અધિકારીનુ સમર્થન કરીએ છે.

દરમિયાન ભારતે આ નિવેદનની ટીકા કરતા કહ્યુ છે કે,ઓઆઈસીનુ નિવેદન જુઠ્ઠાણુ છે.આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે,તેમાં પાકિસ્તાનની મોટી ભૂમિકા છે.ભારતનો ઓઆઈસીની બેઠકમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જુઠ્ઠાણા પર આધારિત છે.ઉલટાનુ પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારીઓનુ વારંવાર ઉલ્લંઘન કરવામાં આવતુ હોય છે.ભારતમાં લઘુમતીઓ પર ટિપ્પણી કરીને સંગઠને મૂર્ખતાનુ પ્રદર્શન કર્યુ છે.

Share Now