હસમુખ અઢિયાની ગુજરાતના વહીવટી તંત્રમાં એન્ટ્રી

313

ગુજરાત સરકારમાં કેકે કૈલાશનાથન એક એવા અધિકારી છે કે જે સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંપર્ક ધરાવે છે અને રાજ્યમાં બે મુખ્યમંત્રીઓ બદલાયા પણ કેકેનું સ્થાન યથાવત છે અને તેઓ સરકારના ટ્રબલ શૂટર તરીકે જાણીતા બન્યા છે.

હાલમાં અમદાવાદમાં નહેરા કટોકટી સમયે કેકેએ જ અંતે નિર્ણય લીધો હતો તેમ માનવામાં આવે છે પણ હવે વધુ એક હાઈપ્રોફાઈલ અધિકારી હસમુખ અઢીયાને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિમાં રાજ્યનાં અર્થતંત્રને ફરી કેમ બેઠું કરવું તે અંગે ચિંતા કરવાની જવાબદારી સોંપી છે.

હસમુખ અઢીયાએ હમણા સુધી દિલ્હીમાં નાણા મંત્રાલયમાં સૌથી વધુ પાવરફૂલ અધિકારી ગણાતા હતા પરંતુ તેઓ નિવૃત થઇને ગુજરાતમાં આવી ગયા છે અને તેઓ ભૂમિકા સીમીત નહીં રાખે તેવું રાજ્યના આઈએએસ વર્તુળોમાં ચર્ચા છે.

Share Now