સુપર ફાઇટર પ્લેન બનાવવાની ટેકનિક બ્રિટન ભારતને આપશે

135

નવી દિલ્હી : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા દરમિયાન કહ્યું હતું કે બ્રિટન સુપર જેટ ફાઇટર્સ બનાવવાની છેલ્લામાં છેલ્લી ટેકનિક ભારતને આપવા તૈયાર છે.બ્રિટનની પીએમ ઓફિસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી માહિતી દરમિયાન બંને પક્ષો વચ્ચે આદાન-પ્રદાન થયું હતું.તે દરમિયાન ભારતીય ડીઝાઇનથી નિર્મિત જેટ ફાઇટર્સનું સમર્થન પણ કરાયું હતું.છતાં તેને બળવત્તર બનાવવા માટેની નવી ટેકનિક બ્રિટન ભારતને આપનાર છે.આ વિમાનો મેઇક ઇન ઇંડિયા કાર્યક્રમ નીચે ભારતમાં જ બનાવવામાં આવનાર છે.તેવી સંભાવના પણ છે.આ પ્રસ્તાવનો હેતુ બ્રિટનનો તે છે કે તે ભારતને રશિયા ઉપરની નિર્ભરતાથી દૂર લઈ જવા માગે છે.તે સર્વવિદિત છે કે ભારત લશ્કરી સરંજામ તથા તેના છૂટા ભાગો માટે રશિયા ઉપર વધુ આધાર રાખે છે.બ્રિટનની પીએમ ઓફિસ વધુમાં જણાવે છે કે હિન્દ મહાસાગરમાં ખતરાઓની પહેલેથી જ માહિતી મેળવવા અને તેનો જવાબ આપવાની નવી ટેકનિક માટેની ભારતની જરૂરિયાતો ઉપર પણ બ્રિટન ધ્યાન આપવાનું છે.વિશેષત: જ્યારે ચીન હિન્દ મહાસાગરમાં તેની ગતિવિધિઓ વધારી રહ્યું છે.ત્યારે ભારત માટે તેનો જવાબ આપવા પુરેપુરૂં તૈયાર રહેવું જ પડે તેમ છે.આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બ્રિટને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાનું કેરિયર સ્ટ્રાઇક ગુ્રપ પોતાની રણનીતિના ભાગ રૂપે તૈનાત કર્યું છે.

Share Now