નવાબ મલિકની તબિયત લથડતાં જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

137

મુંબઈ : મની લોન્ડરિંગ પ્રકરણે ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકને તાવ અને અતિસારની ફરિયાદ બાદ સોમવારે જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી તેમના વકીલે ે વિશેષ કોર્ટને આપી હતી.વકીલેે દાવો કર્યો હતો કે તેમની હાલ ગંભીર છે.ગયા સપ્તાહે મલિકે તબીબી કારણસર વચગાળાના જામીન માગ્યા હતા.સોમવારે જ્યારે સુનાવણી થઈ ત્યારે મલિકના વકીલ કુશાલ મોરે કોર્ટને જણાવ્યું હતું કે એનસીપીના નેતાના પરિવારજનો તેમને ઘરનું ભોજન આપવા ગયા ત્યારે તેમને જણાવાયું હતું કે તેમને જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તેઓ છેલ્લા ત્રણ દિવસથી માંદા છે અને તેમની હાલત બગડી રહી છે.જેજે હોસ્પિટલમાં અનેક તબીબી ટેસ્ટની સુવિધા ન હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે એવી વિનંતી વકિલે કોર્ટને કરી હતી.વિશેષ જજ આર. એન. રોકડેએ જેલ ઓથોરિટીએ મલિકની તબિયત વિશે કોઈને જાણ કરી નહીં અને તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરી દીધા હોવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.કોર્ટે મલિકની પુત્રી નિલોફરને તેના પિતાને મળવાની પરવાનગી આપી છે.કોર્ટે હોસ્પિટલ પાસેથી તબીબી અહેવાલ મગાવીને સુનાવણી પાંચ મે સુધી મોકૂફ રાખી છે.મલિકે છ સપ્તાહ માટે તબીબી જામીન માગ્યા હતા.તેમને કિડનીની બીમારી છે અને પગલા ંસોજાં પણ હવાનું જણાવાયું હતું.મલિક સામે અંડરવર્લ્ડ સાથે આર્થિક વ્યવહાર કરવાનો આરોપ છે.દાઉદ અને અન્યો સામેની એનઆઈએની તપાસ દરમ્યાન નોંધાયેલી એફઆઈઆરને આધારે ઈડીએ મલિક સામે કેસ નોંધ્યો હતો.આ કેસમાં ઈડીએ તાજેતરમાં પાંચ હજાર પાનાંનું આરોપનામું નોંધાવ્યું હતું.

Share Now