યુવાનની હત્યા કરનાર બે શખ્સ રિમાન્ડ ઉપર

130

ભાવનગર : બોટાદ તાલુકાના નાના પાળિયાદ ગામના યુવાનનું અઠવાડીયા પુર્વે બે શખ્સે થ્રી વ્હીલ ટેમ્પામાં અપહરણ કરી ફરાર બનતા ગુનો નોંધાતા પોલીસે બન્ને શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતા અપહ્યત યુવાનની હત્યા કરી ચોટીલા પંથકના પીપરાળીના જંગલમાં દફન કરી દીધાની કબુલાત આપી હતી.દરમિયાન બન્ને શખ્સને પોલીસે કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જ્યારે મોરબીના કારખાનામાંથી હત્યા વેળાએ પહેરેલ કપડા કબજે લીધા હતા.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના નાના પાળિયાદ ગામે રહેતા રઘુભાઈ અરજણભાઈ ધોરિયા (ઉ.વ.૩૨)એ પાળીયાદ પોલીસ મથકમાં નાના પાળીયાદ ગામના મુકેશ હનુભાઈ ઓળકીયા, અજય હેમંતભાઈ ઓળકીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કુંટુબીની દીકરી આશાબેનેે મુકેશ હનુભાઈ સાથે એકાદ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા.ત્યારબાદ યુવતી તેના પિતાના ઘરે આંટો મારવા આવી ત્યારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.જેથી કોરોનાને કારણે કોઈને જાણ કર્યા વિના જ યુવતીની અંતિમક્રિયા કરી નાંખવામાં આવી હતી.જે અંગે મૃતકના પતિ મુકેશે તેઓના મોટાભાઈ રણછોડભાઈના કહેવાથી તેનેે જાણ કર્યા વિના તેની પત્નીની અંતિમવિધી કરી નાંખવામાં આવી હોવાની શંકા રાખી મુકેશ હનુભાઈ ઓળકિયા અને અજય હેમંતભાઈ ઓળકિયા (રહે, બન્ને નાના પાળિયાદ) તેમજ અન્ય અજાણ્યા માણસોએ ગત તા.૨૬ના રોજ વહેલી સવારના રણછોડભાઈને માર મારી બળજબરીપૂર્વક થ્રી-વ્હીલ ટેમ્પામાં અપહરણ કરી નાસી છુટયા હતા.ઉક્ત ફરિયાદ અનુસંધાને પાળીયાદ પોલીસે આઈપીસી ૩૬૪, ૩૨૩, ૩૨૪, ૧૧૪ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

દરમીયાન સીપીઆઈ સહીતના સ્ટાફે હાથ ધરતા ટેમ્પા નંબર જીજે.૦૪.વી.૪૯૨૦ ચોટીલાના આંણદપુર ચોકડી પાસે શખ્સો મુકીને બન્ને આરોપી મોરબી ખાતે એક કારખાનામાં રોકાયેલ હોવાની મળેલ વિગતોના પગલેટેમ્પો કબજે લઈ મોરબીના કારખાનામાં છુપાયેલ મુકેશ ઉર્ફે મકુ ઉર્ફે મકોડીયો હનુભાઈ ઓળકીયા અને અજય ઉર્ફે અજ્યો હેમંતભાઈ ઓળકીયાને ઝડપી પાડી બન્નેની પુછપરછ કરતા રણછોડભાઈની હત્યા કરી તેના મૃતદેહને ચોટીલા તાલુકાના પીપરાળી ગામના જંગલ વિસ્તારમાં દાટી દીધો હોવાની કબુલાત આપતા પોલસી ટીમે ઘટનાસ્થળ પર બન્ને શખ્સને સાથે રાખી તપાસ હાથ ધરતા મૃતક રણછોડભાઈનું બોડી બહાર કાઢી તેના પીએમ અને ફોરેન્સીક સાયન્સ મેડીકલ કોલેજ ભાવનગર મોકલી આપ્યો હતો.દરમિયાન પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.જ્યારે સીપીઆઈની ટીમે મોરબી પહોંચી આરોપી જે કારખાનામાં રોકાયા હતા.ત્યાથી હત્યા વેળાએ પહેરેલ કપડા કબજે લેવામાં આવ્યા હોવાનું સીપીઆઈ કચેરીના રમેશભાઈ જોગરાણાએ જણાવ્યુ હતું.

Share Now