તળાજાના ટીમાણાનો વોન્ટેડ આરોપી પિસ્ટલ સાથે ઝડપાયો

194

ભાવનગર : ભાવનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રૂપે જળવાઇ રહે તે સારૂ જીલ્લામાં ગેરકયદેસર રીતે ફાયર આર્મ્સ હથિયાર રાખતા ઇસમો સામે કાર્યવાહી કરવા ખાસ એક્શન પ્લાન બનાવેલ હતો અને ભાવનગર એસ.ઓ.જી. પોલીસને આ બાબતે પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા સુચન કરેલ હતું તેના ભાગરૂપે એસ.ઓ.જી. પોલીસે પિસ્ટલ સાથે વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો.પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, એસ ઓ જી.પોલીસની એક ટીમ દ્વારા ગઈકાલે શનિવારે ભાવનગર શહેરના ટોપથી સર્કલથી લીલા સર્કલ જવાના રસ્તે શીવ રૂ એપાર્ટમેન્ટ પાસેથી આરોપી નરેશ ઉર્ફે ભુરો ઉર્ફે ટાઇગર વાધોસી ગેરકાયદેસરની પિસ્ટલ સાથે ઝડપી પાડેલ હતી.મજકુર પાસેથી પકડાયેલ પિસ્ટલ તેને મનોહર ઉર્ફે મનો બલુભાઇ ડાંગર (રહે. ટીમાણા તા. તળાજા)ને સાચવવા માટે આપી ગયેલાની કબુલાત આપેલ હતી.જે આધારે બંન્ને આરોપીઓ સામે એસ.ઓ.જી. પોલીસે ભરતનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. મજકુર મનોહર ઉર્ફે મનો ડાંગરની એસ.ઓ.જી. પોલીસ ટીમ બનાવી ખાનગીરાહે તપાસ કરી રહી દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ હતી કે, મજકુર મનોહર ઉર્ફે મનો પોતાના ઘરે આવેલ છે અને તેની પાસે વધુ એક પિસ્ટલ છે જે હકીકત આધારે એસ.ઓ.જી. પોલીસે ઓપરેશન ગોઢવી મજકુર મનોહર ઉર્ફે મનો ભલુભાઇ ડાંગર (ઉ.વ. ૨૨ રહે. ટીમાણા ગામ સોની શેરી તા. તળાજા જી. ભાવનગર તથા કાપોદ્રા ગીતાનગર -૧, સુરત)ને તેના ટીમાણા ખાતેના ઘર પાસેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડેલ હતો.

મજકુરે પોલીસ સમક્ષ કબુલાત આપેલ હતી કે, આ પકડાયેલ પિસ્ટલ ઉપરાંત વધુ એક પિસ્ટલ નરેશ ઉર્ફે ભુરા ઉર્ફે ટાઇગરને પણ એક પિસ્ટલ સાચવવા માટે આપેલ હતી જે પિસ્ટલ સાથે નરેશ ઉર્ફે ભુરો પકડાઇ ગયાની પોતાને જાણ થતા પોતે ઘરેથી સુરત જતો રહેવાની પેરવીમાં હતો પરંતુ તે ગામ છોડે તે પહેલા એસ.ઓ.જી. પોલીસે તેને પિસ્ટલ સાથે દબોચી લીધો હતો અને મજકુર મનોહર ઉર્ફે મના વિરૂધ્ધમાં એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલે તળાજા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.દારૂની આયાત, હથિયાર બંધી જાહેરનામાં ભંગના કેસમાં તથા સુરત ખાતે વાહનચોરીના કેસમાં પકડાઇ ચુકેલ છે.

Share Now