ભાઇની દબંગાઇ : હું આવ્યોને શક્તિસિંહ કચ્છ ભાગ્યા, હું બોલતો નથી મારે જે કરવું હોય તો કરી દેખાડું છું

126

મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારોએ વ્યક્તિ ટીકા ટિપ્પણી કરતા નિવેદનો કરવા માંડયા છે.ભાવનગરમાં એક સભા સંબોધિત કરતાં પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકીએ એવું કહ્યું કે, ભુતકાળમાં આ લોકોએ ખુબ હેરાન કર્યા હતાં.પણ પરસોતમ સોલંકી મુંબઇથી આવ્યો એટલે એમને ભાગી જવુ પડયું.

૨૭ વર્ષમાં મે જાહેરમાં શક્તિસિંહ ગોહિલનું નામ લીધું

૨૭ વર્ષમાં મે જાહેરમાં શક્તિસિંહ ગોહિલનું નામ લીધું છે.મારે જે કરવું હોય તે કરી બતાવું છું.મારા કારણે જ શક્તિસિંહને કચ્છ જતુ રહેવું પડયું હતું.હુ બોલતો નથી.મારે જે કરવું હોય તો કરી દેખાડયું છે.આમ, ભાઇએ જાહેરમાં દબંગાઇ દેખાડી હતી.પરસોત્તમ સોલંકી મુંબઈથી ભાવનગર આવ્યો એટલે તમારે લોકોને ભાગી જવું પડ્યું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.આ દરમિયાન ભાવનગર ખાતે જીતુ વાઘાણીના સમર્થનમાં યોજાયેલી સભામાં પરસોત્તમ સોલંકીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું, હું ક્યારેય કાંઈ બોલતો નથી, જે કરવાનું હોય છે એ કરીને બતાવું છું.

પરસોત્તમ સોલંકીએ ભૂતકાળમાં તેમની સામે હારેલા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનું નામ લઈને કહ્યું કે તમારે કચ્છ જતું રહેવું પડ્યું હતું.ભૂતકાળમાં તમે લોકોએ અમને ખૂબ પરેશાન કર્યા છે એ તમામ જાણે છે.પરસોત્તમ સોલંકી મુંબઈથી ભાવનગર આવ્યો એટલે તમારે લોકોને ભાગી જવું પડ્યું. 27 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત શક્તિસિંહનું નામ મેં જાહેરમાં લીધું છે,મારે જે કરવું હતું એ કરીને મેં બતાવી દીધું છે.

Share Now