ઈઝરાયલે હમાસના આતંકવાદી ઓસામા મઝિનીને કર્યો ઠાર, ગાઝામાં 250 લોકોને બંદી બનાવ્યા

79

ઈઝરાયલે હમાસના વરિષ્ઠ નેતા ઓસામા મઝિનીને ઠાર કરી દીધો છે.ગાઝામાં 250 લોકોને બંદી બનાવી લીધા છે.પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે યુએન એજન્સી સાથે કામ કરી રહેલા 13,000 કર્મચારીઓ ભયભીત અને થાકેલા છે.ગાઝા પટ્ટીની વર્તમાન સ્થિતિને નરક ગણાવી છે.ગાઝામાં UNRWA સ્ટાફમાં શિક્ષકો,ડોકટરો,નર્સો,ફાર્માસિસ્ટ,વેરહાઉસ કામદારો,લોજિસ્ટિયન્સ,ટેકનિશિયન અને ડ્રાઈવરોનો સમાવેશ થાય છે.

ઈઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીમાં રાતોરાત હવાઈ હુમલા કર્યા હતા.આ સમયગાળા દરમિયાન મૃત્યુઆંક વધીને 71 થયો છે.માર્યા ગયેલા લોકોમાં ઘણી સ્ત્રીઓ અને બાળકો હતા.એક અલગ નિવેદનમાં ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે ગાઝા પટ્ટીમાં હમાસને નિશાન બનાવીને રાતોરાત 200થી વધુ હુમલા કર્યા છે.

ઈઝરાયેલી સેનાએ માહિતી આપી હતી કે, હમાસે દેશ પર હુમલો કરવાનું શરૂ કર્યા પછી લગભગ અડધા મિલિયન ઇઝરાયેલીઓને સ્થળાંતર કરવામાં આવ્યા છે. IDFના પ્રવક્તા જોનાથન કોનરિકસે ઓનલાઈન બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીની આસપાસના તમામ સમુદાયોને સરકારી સૂચનાઓ અનુસાર ખાલી કરાવવામાં આવ્યા છે.અમે યુદ્ધ ક્ષેત્રની નજીકના નાગરિકો ઇચ્છતા નથી.

IDF ચીફ ઓફ સ્ટાફે પત્ર લખ્યો

હમાસના હુમલાના 10 દિવસ બાદ IDF ચીફ ઓફ સ્ટાફ હર્ઝલ હલેવીએ ઇઝરાયેલી સૈનિકોને એક પત્ર મોકલ્યો હતો.તેણે પત્રમાં લખ્યું છે કે અમને આઘાત લાગ્યો છે અને અમે જવાબદાર છીએ,પરંતુ હવે કંઈક અમારા હાથમાં છે.હેલેવીએ કહ્યું કે યુદ્ધ લાંબુ અને પીડાદાયક હશે.

Share Now