ખુશખબર : કોરોનાની દવા બનાવવાની નજીક પહોંચ્યુ ભારત

312

નવી દિલ્હી, તા. ૫ :. કોરોના સામે અત્યારે આખુ વિશ્વ લડી રહ્યુ છે અને હજુ સુધી તેનો ઈલાજ નથી મળ્યો.આ દરમ્યાન એક સારા સમાચાર છે કે ભારત કોવિદ-૧૯ની દવા બનાવવાની નજીક પહોંચી ગયુ છે.હૈદ્રાબાદ સ્થિત ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજી (આઈઆઈસીટી)એ રેમડેસીવીયરના માટે પ્રાથમિક મટીરીયલ એટલે કે મુખ્ય પ્રાથમિક સામગ્રી સંશ્લેષિત કરી છે.જે સક્રિય દવા ઘટક વિકસીત કરવાની દિશામાં પહેલુ પગલુ છે.આઈઆઈસીટીએ સિપ્લા જેવા દવા નિર્માતાઓ માટે પ્રદર્શન પણ શરૂ કર્યુ છે જેથી જરૂર પડયે ભારતમાં તેનુ ઉત્પાદન શરૂ થાય.કોવિદ-૧૯ના ઈલાજમાં અત્યાર સુધી રેમડેસીવીયર અથવા રેમડેસીવીયરને કારગત ગણાવવામાં આવે છે.જે અમેરિકાએ મંજુરી આપી છે.

રેમડેસીવીયરનું ઉત્પાદન ગિલીયડ સાયન્સીઝ કરે છે.રેમડેસીવીયરના કલીનીકલ ડેટાના આધાર પર અમેરિકામાં કોવિદ-૧૯ના ઈલાજ માટે આપાતકાલીન મંજુરી મળી ચૂકી છે.ગિલીયડ સાયન્સીઝનું રેમડેસીવીયર દવા પર પેટન્ટ છે પણ પેટન્ટ કાયદો આ દવાને ફકત રિસર્ચના ઉદ્દેશથી વિકસીત કરવાની છૂટ આપે છે,વ્યવસાયિક ઉત્પાદન માટે નહીં.અમેરિકાના કલીનીકલ ટ્રાયલના પરિણામો દર્શાવે છે કે રેમડેસીવીયરને જ્યારે કોવિદ-૧૯ના દર્દીઓને અપાઈ તો તેનાથી તે સરેરાશ ૧૧ દિવસમા સાજા થયા જ્યારે અન્ય દવાઓથી સાજા થવામાં ૧૫ દિવસનો સમય લાગે છે.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને ગઈકાલે પોતાના એક બયાનમાં કહ્યુ કે આઈઆઈસીટી દ્વારા કેએસએમના સિંથેસીસ પ્રાપ્ત કરવામાં આવ્યા છે અને ભારતીય ઉદ્યોગો માટે ટેકનીકલ પ્રદર્શન થઈ રહ્યા છે.

Share Now