શેર બજાર રેગ્યુલેટર સેબીએ SATના એક આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાનું વલણ અખત્યાર કર્યું છે.આ મામલો ICICI બેન્કના સંદીપ બત્રા સાથે જોડાયેલ છે. સંદીપ બત્રાને તાજેતરમાં જ બેન્કના નવા ઇડી બનાવવામાં આવ્યા છે.આ મામલે 6 જાન્યુઆરીના રોજ સુનાવણી કરવામાં આવશે.બીજી તરફ ICICI બેન્કનો શેર 2 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે પરમ દિવસે જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સંદીપ બત્રાને ICICI બેન્કના નવા ED તરીકે મંજૂરી આપી હતી.જોકે સેબીએ કોર્ટમાં જવાના પગલાંની જાણકારી આરબીઆઈને આપી હતી છતાં બેંકે મંજૂરી આપી હતી.સેબીએ આ મામલે 23 ડિસેમ્બરે કોર્ટમાં અરજી આપી છે.અત્રે નોંધનીય છે કે હકીકતમાં વર્ષ 2010માં બેન્ક ઓફ રાજસ્થાનના મામલે સંદીપ બત્રા પર સેબીએ રૂ.2 લાખની પેનલ્ટી લગાવી હતી.તે સમયે બેન્ક ઓફ રાજસ્થાનનું ICICI બેન્કમાં મર્જર થઇ ગયું હતું.સેબીએ આરોપ લગાવ્યો હતો કે બત્રાએ ટેક્નિકલ વાયલેશન કર્યું હતું.આ મામલો સિક્યુરિટીઝ એપલેટ ટ્રીબ્યુનલમાં ગયો હતો.
સેટ દ્વારા આ મામલાની સુનાવણી કરાઈ હતી અને સેબીને ચેતવણી આપી હતી.સેટે કહ્યું હતું કે મામલો ફક્ત 2 લાખ રૂપિયા સાથે જોડાયેલ છે.આ કોઈ મોટો કેસ નથી અને તેને આધારે કોઈની કેરિયરને ખતમ ના કરી શકીએ.સેટે બત્રાને ચેતવણી આપીને કેસ રદ કરી દીધો હતો.