કોરોનાના લીધે ધારાસભ્ય દળની બેઠક મોકુફ : બળવાખોરો ભાજપમાં સામેલ થયા ત્યારે સિંધિયા પણ ખાસ હાજર
ભોપાલ : મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચવા માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે.કારણ કે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે સામેલ થઇ ગયા હતા.છેલ્લા કેટલાક દિવસથી બેંગલોરમાં રોકાયેલા તમામ બળવાખોર સભ્યો આજે દિલ્હી પહોંચ્યા હતા.ત્યારબાદ તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા.તેમની ભાજપમાં એન્ટ્ી થઇ હતી.જો કે કોરોના વાયરસના કારણે ધારાસભ્ય દળની બેઠક આજે ટળી ગઇ હતી.આ બેઠક હવે સોમવારના દિવસે યોજાશે.મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય કટોકટી રહ્યા બાદ આખરે મુશ્કેલીમાં મુકાયેલા અને પુરતા સભ્યો નહીં હોવાની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે ગઇકાલે શુક્રવારના દિવસે રાજીનામુ આપી દીધું હતું.આની સાથે જ મધ્યપ્રદેશમાં ભાજપ સરકારની રચનાનો માર્ગ મોકળો થઇ ગયો હતો. ફ્લોરટેસ્ટ પહેલા જ કમલનાથે રાજીનામુ આપી દીધું હતું. તેમના રાજીનામાનો સ્વિકાર કરાયો હતો.પોતાના રાજીનામામાં કમલનાથે કહ્યું છે કે,પોતાની ૪૦ વર્ષની કેરિયરમાં હંમેશા લોકોના હિતમાં કામ કર્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર મધ્યપ્રદેશ વિધાનસભામાંશક્તિ પ્રદર્શન પહેલા કમલનાથે રાજીનામુ આપ્યું હતું.રાજ્યપાલ લાલજી ટંડનને રાજીનામુ સોંપી દેવામાં આવ્યું હતું.