અમે કેમ માફી માંગીએ? દિલ્હીથી લઇને તેલંગાના, આંદમાન સુધી કોરોના વાયરસને ફેલાવનાર તબલીગી જમાતનો દાવો છે કે તેણે સરકારનાં નિર્દેશોનું પાલન પહેલા દિવસથી કર્યું છે.આવામાં તેને કોરોના ફેલાવવા માટે જવાબદાર ના કહી શકાય.દિલ્હીનાં નિઝામુદ્દીનમાં 13 માર્ચથી 15મી માર્ચ સુધી થયેલી તબલીગી જમાતની ધાર્મિક સભાએ કેન્દ્ર સરકારની ઊંઘ હરામ કરી નાંખી છે.આ સભામાં સામેલ થયેલા 6 લોકોનાં કોરોના વાયરસનાં ચેપનાં કારણે સોમવારે તેલંગાનામાં મોત થયા છે.
વિઝામાં છુપાવવામાં આવે છે જાણકારી?
સૂત્રોના પ્રમાણે તબલીગી જમાતનાં નામે કોઈ પણ વિદેશીને વિઝા અપાતા નથી. તબલીગી જમાતમાં સામેલ લોકો ભારત આવે ત્યારે વિઝામાં આ જાણકારીઓને છૂપાવે છે.વિઝાનાં મોટાભાગનાં કેસોમાં કહેવાય છે કે તેઓ ભારત ફરવા માટે આવે છે.સૂત્રોએ જણાવ્યું કે નિઝામુદ્દીનથી લઈને સમગ્ર દેશમાં તબલીગી જમાતનાં લોકો હાજર છે જેમાં ઈન્ડોનેશિયાથી લઈને અન્ય દેશોનાં વિદેશી નાગરિકો પણ સામેલ છે.કહેવાય છે કે ફેબ્રુઆરી મહિનામાં મલેશિયામાં થયેલા તબલીગી જમાતથી સમગ્ર મલેશિયામાં કોરોના વાયરસ ફેલાયો હતો.
તમામ 1400 લોકોને કોરોના તપાસ માટે હોસ્પિટલ મોકલાયા
તો ભારતમાં અનેક હજાર તબલીગી જમાતનાં લોકો મલેશિયાથી પાછા ફર્યા છે અને તેનાથી કોરોના ફેલાવવાનું જોખમ વધી ગયુ છે.નોંધનીય છે કે દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં થોડા દિવસો પહેલા પ્રતિબંધો હોવા છતાં એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું.આ કાર્યક્રમમાં લગભગ 1400 લોકો સામેલ હતાં.સોમવાર રાતે તેમાંથી 34 લોકોની તબિયત બગડી. ત્યારબાદ તેમને દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા,જેમાંથી એક વ્યક્તિનું મોત થયું.હવે નિઝામુદ્દીનમાં ભેગા થયેલા તમામ 1400 લોકોને કોરોના તપાસ માટે હોસ્પિટલ મોકલાયા છે.
લોકડાઉન છતા સરકારનાં નિર્દેશોને મુક્યા નેવે
દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે ઈસ્લામિક સંગઠન તબલીગી જમાત પર એફઆઈઆર દાખલ કરવાનાં આદેશ આપ્યાં છે.તેમના પર લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ છે.ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી દેશમાં 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી.આ અંતર્ગત તમામ લોકોને સખ્ત નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તેઓ પોતાના ઘરોમાં જ રહે,પરંતુ જમાતે આનું પાલન ના કર્યું.