– WHOની ચેતવણીઃ ચીન જેવી પરિસ્થિતિનો સામનો સમગ્ર દુનિયાએ કરવો પડશે
નવી દિલ્હી,
ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના કારણે મરનારા લોકોની સંખ્યામાં અચાનક 50 ટકાનો વધારો નોંધાયો છે.તેના પાછળનું કારણ એ છે કે ચીને પહેલા જાહેર કરેલા આંકડાઓમાં સુધારો કર્યો છે અને હવે જે નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તેના પ્રમાણે મરનારાઓની સંખ્યા પહેલા જાહેર કરેલા આંકડા કરતા લગભગ 50 ટકાનો વધારો નોંધાયો છે.ત્યારબાદ સમગ્ર દુનિયા ફરી એક વખત ચીન પર શંકા થઈ રહી છે કે શું ચીન ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ દુનિયાથી છુપાવી તો નથી રહીને.
બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ કહ્યું છે કે ચીન જેવી પરિસ્થિતિનો સામનો સમગ્ર દુનિયાએ કરવો પડશે.વુહાનમાં ડિસેમ્બર મહિનામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.ત્યારબાદ આ જીવલેણ બીમારીએ એટલું ખતરનાક રૂપ ધારણ કર્યું કે સમગ્ર શહેર તેની લપેટમાં આવી ગહયું હતું અને ત્યારબાદ ધીમે-ધીમે કરીને સમગ્ર દેશની સાથે-સાથે સમગ્ર વિશ્વમાં પણ આ વાયરસ ફેલાઈ ગયો હતો.
ચીનના અધિકારીઓ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે મૃત્યુઆંક અને આ વાયરસની લપેટમાં આવનારી દરેક વ્યક્તિની સંખ્યા અને માહિતી આ રજિસ્ટરમાં નોંધાય. પરંતુ એ વાતને નકારી પણ ન શકાય કે શરૂઆતમાં કોરોના વાયરસ ફેલાયો હોવાની માહિતી પર પરદો ઢાંકવાના શક્ય તેવા તમામ પ્રયત્ન કરવામાં આવ્યા હતાં.આ સાથે જ ચીનના એ ડોક્ટર્સને પણ સજા આપવામાં આવી છે જેમણે આ મહામારી વિશે જાહેરમાં ચર્ચા કરી હતી તેમને સજા આપવામાં આવી હતી.આ સાથે જ ચીન સરકારે જાહેર કરેલા આંકડા પર પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કારણ કે ચીન વારંવાર અલગ-અલગ આંકડા જાહેર કરી રહી છે.