મહામારીનું ઘર બની ગયેલું ચીન હવે વાઈરસના કારણે વ્યાપારની નુકસાનીમાં ડૂબવા લાગ્યું છે.2003માં સાર્સ અને હવે સમગ્ર વિશ્વમાં ભયનું લખલખુ પસાર કરી નાખતા કોરોના વાઈરસના કારણે ચીન પર ચારેકોરથી ફિટકારની લાગણી વરસી રહી છે. ઊપરોક્ત બંન્ને વાઈરસ ચીન અને વિશ્વ માટે જ નહીં પણ ચીનમાં વ્યાપારની લાલ જાજમ પાથરી ચૂકેલી અગણિત વૈશ્વિક કંપનીઓ માટે પણ ખતરાની ઘંટડી સમાન છે.એવામાં તમામ લોકો હવે પોતાના વેપારમાં ચીનમાંથી શીફ્ટ કરવામાં લાગ્યા છે.આ કારણે જ ઉર્જા મંત્રાલય દ્રારા પણ ચીનમાંથી આઉટ થતી કંપનીઓનું અભિવાદન કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે મોટાભાગની કંપનીઓ ભારતમાં જ રોકાણ કરશે.
અનુકૂળ માહોલ
નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ આનંદ કુમારે કહ્યું કે, રોકાણને અનુકૂળ માહોલ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં વધારો કરવાના પ્રયત્નો થવા લાગ્યા છે.એવો માહોલ બનાવવાની તૈયારીમાં છે જેમાં રિસ્ક ખૂબ ઓછું હોય. અમે એવા પ્રકારની ઈકોસિસ્ટમ બનાવવામાં લાગ્યા છીએ કે,રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં કામ આવનારા એન્સિસલરીઝ અને ઉપકરણ મેડ ઈન ઈન્ડિયા હોય.
ફેક્ટરીઓ માટે જમીનની શોધ શરૂ
આ સમગ્ર બાબત સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે,રિન્યૂએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ એનર્જી પાર્ક બનાવવા માટે દેશના તમામ રાજ્યો અને પોર્ટ ટ્રસ્ટને ચીઠ્ઠી લખીને જમીન શોધવાની કામગીરી સોંપવામાં આવી છે.જેથી ચીનથી ભારત આવનારી કંપનીઓ યુનિટ લગાવી ઉત્પાદનની શરૂઆત કરે.
એનર્જી પાર્કમાં તૈયાર થશે ઘણા ઉત્પાદનો
આ પાર્કમાં સોલર સેલ,મોડ્યુલ્સ બેટરી ઈનવર્ટર જેવી વસ્તુઓનું ઉત્પાદન થશે.સાથે જ સોલર એનર્જી સાથે સંબંધિત અન્ય પ્રોડક્ટ પણ તૈયાર કરવામાં આવશે.હાલ તો સોલર સેલ અને મોડ્યુલને 85 ટકા વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.એટલે કે સોલર પાવર વિદેશી ઈમ્પોર્ટના જ ભરોસો પર છે. સરકારને આશા છે કે દેશમાં મોટી સંખ્યામાં મેન્યુફેક્ચરિંગ બનશે તો સમસ્યામાંથી રાહત મળી જશે.
કંપનીઓ માટે આ કામ કર્યું
તેમને કહેવામાં આવી રહ્યું છે કે સંભવ મદદ કરવામાં આવશે.સારું વાતાવરણ બનાવવામાં આવશે.બોર્ડ નિર્દેશ માટે દરેક મુદ્દાના સમાધાનનું કામ કરશે. કંપનીઓ પાસેથી પાવર પરચેજ એગ્રીમેન્ટમાં અને સુધાર કરવામાં આવી રહ્યો છે જેથી કંપનીઓ વિજળી બનાવવામાં રસ લે.