મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભાનું આગામી તા.૧૮મી જુલાઈથી શરુ થનારું ચોમાસુ સત્ર પાછું ઠેલાયું છે.જોકે,નવી તારીખ જાહેર કરાઈ નથી.રાજ્યમાં સત્તા પરિવર્તન પછી હજુ જોકે,પ્રધાનમંડળનું વિસ્તરણ બાકી છે.નવા પ્રધાનોની શપથવિધિ થાય અને તેઓ પોતાની કામગીરીથી પૂરતા પરિચિત થાય તે માટે સમય આપવા સત્ર લંબાવાયું હોવાનું માનવામાં આવે છે.રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ એકાદ-બે દિવસમાં નવા પ્રધાનોની શપથવિધિ થાય અને તે પછી પચ્ચીસ જુલાઈ આસપાસથી ચોમાસુ સત્ર મળે તેમ મનાઈ રહ્યું છે.


