– ન્યુઝીલેન્ડમાં લોકડાઉન ૫ દિવસ લંબાવાયું: અમેરિકામાં ૪૦ હજારથી વધુના મોત અને સંક્રમિતોની સંખ્યા ૭ લાખને પાર : વિશ્વમાં ૨૪ કલાકમાં ૮૧ હજારથી વધુ કેસ નોંધાવાની પુષ્ટિઃ બ્રાઝીલમાં લોકડાઉન વિરૂધ્ધ પ્રદર્શન
વોશિંગ્ટન : વિશ્વમાં અત્યાર સુધીમાં ૨૪,૧૪,૬૧૭ કેસ નોંધાયા છે.તેમજ મૃત્યુઆંક ૧,૬૫,૧૭૪એ પહોંચી છે.અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૯૯૭ના મોત થયા છે.તેથી મૃત્યુઆંક ૪૦ હજારને પાર થયું છે.બ્રાઝિલમાં લોકડાઉન વિરૂધ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.બ્રાઝીલમાં સંક્રમિતોની સંખ્યા ૩૮,૬૫૪એ પહોંચી છે.તેમજ ૨ હજારથી વધુના મોત થયા છે.ઇઝરાયલમાં વડાપ્રધાન નેતન્યાહુના વિરોધમાં રેલી કાઢીને દેખાવો કરવામાં આવ્યા છે.ઇઝરાયલમાં અત્યાર સુધીમાં ૧૩,૪૯૧ કેસ સામે આવી ચુકયા છે.તેમજ ૧૦૨ના મોત થયા છે.સિંગાપુરમાં ગઇ કાલે ૫૯૬ કેસ નોંધાયા છે.તેની સાથે જ સંક્રમણનો આંકડો ૮૦૧૪ થઇ ગયો છે.તેથી અત્યાર સુધીમાં ૧૧ ના મોત થયા છે.નવા કેસમાં ૫૪૪ પ્રવાસી મજુરોના છે.ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને કહ્યું કે,અમે બાકી દેશોની સરખામણીએ યોગ્ય કામ કર્યું છે.ન્યુઝીલેન્ડમાં પાંચ દિવસ લોકડાઉન લંબાવામાં આવ્યું છે.
દ.કોરિયામાં ૨૪ કલાકમાં ૧૩ નવા કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણના ૧૦,૬૭૪ કેસ મળી ચુકયા છે.જ્યારે ૨૩૬ના મોત થયા છે. ટયુનીશીયામાં અત્યાર સુધીમાં ૩૮ના મોત થયા છે.કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૭૯ થઇ ચુકી છે.ગઇકાલે ૧૩નવા કેસ સામે આવ્યા છે.હાલમાં જ ૭૬૬ લોકોની તપાસ કરાતા ૩૯ લોકોને રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.દક્ષિણ આફ્રિકામાં લોકડાઉન બાદ ખાવાના ફાફા પડ્યા છે.કેપટાઉનમાં એક કમ્યુનીટી લીડર ચેતવણી આપીને કહ્યું કે,અમે ખાદ્ય સંકટની વચ્ચે છીએ યુધ્ધ જેવી સ્થિતિ થઇ ગઇ છે.મેકિસકોમાં અત્યાર સુધીમાં ૮૨૦૦ના કેસ સામે આવ્યા છે ૨૪ કલાક દરમ્યાન ૩૦ના મોત થયા છે.ટ્યુનીશિયામાં અત્યાર સુધીમાં ૩૮ના મોત થયા છે.કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૭૯ થઇ ચુકી છે. ગઇકાલે ૧૩ નવા નોંધાયા છે.સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા ૧,૯૮,૬૭૪એ પહોંચી છે.તેમજ ૨૦,૪૫૩ના મોત થયા છે.ઇટાલીમાં ૧,૭૮,૯૭૨ સંક્રમિતોની સંખ્યા થઇ છે.તેમજ ૨૩,૬૬૦ના મોત થયા છે.