અમદાવાદના ચર્ચાસ્પદ હિટ એન્ડ રન કેસમાં સુપ્રીમ કોર્ટે કેસના મુખ્ય આરોપી વિસ્મય શાહને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા સામે વિસ્મયની અપીલને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે વિસ્મય શાહને આદેશ કર્યો છે કે તે તાત્કાલિક ધોરણે સજા કાપવા માટે જેલ સત્તાધીશો સમક્ષ હાજર થાય. ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસમાં ગુજરાત હાઇકોર્ટે વિસ્મય શાહને થયેલી પાંચ વર્ષની સજા યથાવત રાખી હતી. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને જામીન પણ માંગ્યા હતા. જોકે અપીલ ને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે, હાઈકોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું કે, તે નીચલી અદાલતમાં હુકમમાં કોઈ દખલગીરી કરશે નહીં.
તમને જણાવી દઇએ કે, હાઇકોર્ટે વિસ્મય શાહને 2 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે નીચલી અદાલતમાં સુનાવણી સમય બે તાજના સાક્ષીઓ હોસ્ટેલ થયા હતા. તેના પર ત્રણ માસમાં ફોજદારીનો કેસ કરો.
ઉલ્લેખનીય છે કે હોસ્ટેલ થયેલા બે સાક્ષીઓ માતબર રકમ મેળવી હોવાનો ગંભીર આક્ષેપો દરમિયાન થયા હતા. હાઈકોર્ટનું અવલોકન હતું કે મૃતકના પરિવાર અને આરોપી વચ્ચે સમાધાન થયું પરંતુ તેના લીધે આ ગુનાની ગંભીરતાથી જતી નથી. આરોપીના બેદરકારીભરી ડ્રાઇવિંગના કારણે બે યુવકોના મોત થયેલા છે ચુકાદા બાદ વિસ્મય શાહને સુપ્રીમ કોર્ટમાં જવા માટે સમય માગ્યો હતો.
જો કે છ સપ્તાહમાં સુનાવણી ન થતાં વિસ્મય હાઇકોર્ટમાં અરજી કરીને પાંચમી મે સુધી સરેન્ડર માટેની અરજી લંબાવવા અરજી કરી હતી. જેને હાઈકોર્ટે માન્ય રાખી હતી વર્ષ 2015માં ટ્રાયલ કોર્ટે વિસ્મયને પાંચ વર્ષની સજા ફટકારી હતી. જેની સામે વિસ્મય શાહે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. નીચલી અદાલતના ચુકાદા બાદ જે તે સમયે સુપ્રીમ કોર્ટે વિસ્મય શાહને જામીન આપ્યા હતા.