સાપુતારા : ગિરિમથક સાપુતારા ખાતે નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસરના આદેશ મુજબ જાહેર માર્ગ ઉપર ખોટી રીતે દબાણ કરી મૂકી રાખેલ લારીઓ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રવાસન સ્થળ ઉપર જાહેર માર્ગ ઉપર સહેલાણીઓ ને નડતરરૂપ વધારાની લારી અને કેબીનો તેમજ વધારાના જાહેરાતના બોર્ડ પણ દૂર કરવામાં આવ્યા,સાપુતારા ખાતે ઘણા સમયથી નવાગામ ના સ્થાનિક વેપારીઓ ની જગ્યા ઉપર માહારાષ્ટ્ર સહિત અન્ય બહાર થી આવતા વ્યક્તિઓ દ્વારા લારી મૂકી ખોટી રીતે જગ્યા ઉપર કબ્જો જમાવવાનું કાવતરું ચાલતું હતું,
જે બાબત વહીવટી અધિકારીને ધ્યાને આવતા સાપુતારા ખાતે શનિ રવિ તેમજ જાહેર રજાના દિવસો પુરતાં વેપાર કરવા માત્ર જગ્યા રોકી રાખવા માટે બંધ લારી અને કેબીનો મૂકી રાખવામાં આવતી હતી જે બંધ કેબીનો અને લારી ને કારણે ગિરિમથક ની સુંદરતા અને સ્વચ્છતા ને અસર થતી હોય આવી જગ્યાએ સફાઈ કરવી જરૂરી સમજી સાપુતારા ને માણવા આવતા પ્રવાસીઓ ને કોઈ મુશ્કેલ ન પડે એ માટે,અધિકારીના આદેશ મુજબ નોટિફાઇડ કચેરીના કર્મચારીઓએ સ્વાગત સર્કલ થી લઈને લેક્વ્યું હોટલ સુધી બંધ રહેલ તમામ લારી ઓ ઉઠાવી લેતા ગેરકાયદેસર દબાણ ધારકો માં ફફડાટ ફેલાયો છૅ.અત્રે ઉલ્લેખનીય છેકે સાપુતારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ની બાજુમાં અને ટેબલ પોઇન્ટ ઉપર યુપી બિહાર ના પરપ્રાંતીયતીય ઈસમો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ ફૂલીફાલી હોય તેની સામે પણ નોટીફાઈડ કચેરી દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો માં માંગ ઉઠવા પામી છે.


