By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આમ આદમી પાર્ટીની એન્ટ્રી ભાજપને ફળી, મહુવા તાલુકા પંચાયતની મહુવરિયા બેઠક પર 751 મતોથી જીત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > આમ આદમી પાર્ટીની એન્ટ્રી ભાજપને ફળી, મહુવા તાલુકા પંચાયતની મહુવરિયા બેઠક પર 751 મતોથી જીત
GeneralPoliticsSouth Gujarat

આમ આદમી પાર્ટીની એન્ટ્રી ભાજપને ફળી, મહુવા તાલુકા પંચાયતની મહુવરિયા બેઠક પર 751 મતોથી જીત

HM News
Last updated: 30/11/2021 10:41 AM
HM News
5 years ago
Share
SHARE

મહુવા : મહુવા તાલુકા પંચાયતમાં મહુવરિયા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કરેલી ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીને ફળી હતી.ભાજપ વિરોધી મત કોંગ્રેસ અને આપના ઉમેદવારોમાં વહેંચાય જતાં ભાજપના ઉમેદવારનો 751 મતોથી વિજય થયો હતો.આ બેઠક પહેલા કોંગ્રેસ પાસે હતી જે ભાજપે આંચકી લેતા હવે તાલુકા પંચાયતમાં ભાજપની બેઠક વધીને 15 થઈ છે જ્યારે કોંગ્રેસની માત્ર પાંચ બેઠક બચી છે.

ગત રવિવારના રોજ મહુવા તાલુકા પંચાયતની ખાલી પડેલી મહુવરિયા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી.કુલ સાત મતદાન કેન્દ્રો પર 75.77 ટકા મતદાન થયું હતું. દરમ્યાન મંગળવારના રોજ મહુવા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતપત્રોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ રમણ ચૌધરી આગળ ચાલતા ભાજપની જીત નિશ્ચિત જણાય હતી.આ બેઠક કોંગ્રેસી સભ્ય પરમેશભાઈ ચૌધરીનું કોરોનાથી નિધન થતાં ખાલી પડી હતી.જેના પર રવિવારના રોજ મતદાન થયું હતું.મંગળવારના રોજ યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિનેશ રમણ ચૌધરીને સૌથી વધુ 2267 મતો મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.આ સાથે મહુવા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો પૈકી ભાજપની સીટ વધીને 15 થઈ હતી.જ્યારે એક બેઠકનો ઘટાડો થતાં કોંગ્રેસ પાસે હવે માત્ર 5 બેઠક રહી છે.

ભાજપ વિરોધી મતોના વિભાજને જ ભાજપને જીત અપાવી

સમગ્ર પેટા ચૂંટણીનું વિશ્લેષણ કરવામાં આવે તો આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી કોંગ્રેસને નુકસાન વેઠવાનો વાળો આવ્યો હતો. ભાજપે આ બેઠક જીતવા માટે સુરત જિલ્લા પ્રમુખ થી લઈ ધારાસભ્યો, જિલ્લા સંગઠન અને આજુબાજુના તાલુકાનાં કાર્યકરોની મોટી ફોજ ઉતારી દીધી હતી.જો કે તેમ છતાં ભાજપ વિરોધ મત વધુ જોવા મળ્યા હતા.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કુલ 2372 અને નોટાના 72 મળી કુલ 2444 મતો ભાજપ વિરોધી જોવા મળ્યા હતા.જો આમ આદમી પાર્ટી ન હોત તો કોંગ્રેસની જીત નિશ્ચિત હતી. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સાથે તેના સમર્થક અને ટેકેદાર સિવાય કોઈ મોટા નેતા પ્રચાર માટે આવ્યા ન હતા જ્યારે ભાજપે આખી ફોજ ઉતારી દીધી હતી.ભાજપ વિરોધી મતોનું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં વિભાજન થતાં ભાજપની જીત થઈ હતી.જો આગામી વિધાન સભા ચૂંટણીમાં આ સમીકરણ ચાલશે તો ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સર્જાય શકે એમ છે.

ઉમેદવારોને મળેલા મતો

આશિષ ગમન ચૌધરી – આમ આદમી પાર્ટી – 865

દિનેશ રમણ ચૌધરી – ભારતીય જનતા પાર્ટી – 2267

મણિલાલ વાલાભાઈ ચૌધરી – કોંગ્રેસ – 1516

નોટા – 72

કુલ માન્ય મતો – 4720

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહુવા તાલુકાનાં કવિઠાનો લિસ્ટેડ બુટલેગર પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલાયો
Next Article અખિલ ભારતીય કોળી સમાજ ગોલ્ડન જયુબીલીની ઉજવણી સુરતમાં ઉજવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up