સુરત : શ્રી મહામંડલેશ્વર ભોપાલ સ્થિત દેવી માં શિવાંગીનંદગિરી માતા એ હાલમાં વિશ્વ અને રાષ્ટ્રભરમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે ધાર્મિક નીતિ અને નિયમો વડે આ મહામારીને ડામવા અને લોક કલ્યાણના હેતુએ વિડિઓ દ્વારા મેસજ આપી પોતાનું ઉમદા યોગદાન પુરી પાડ્યું છે.ઉક્ત વિડિઓમાં શ્રી દેવી માં શિવાંગીનંદગિરિજી એ વિવિધ ધાર્મિક કાર્ય થકી જેમાં ખાસ કરીને પૂજન હવન તેમજ દેવી દેવતાઓને પ્રાર્થના અર્ચના કરી વિશ્વ સહીત ભારતમાંથી કોરોના મહામારીને નાથવા વિવિધ સૂચનો કર્યા હતા.માં શિવાંગીનંદગિરિજી ઘણા વર્ષોથી સામાજિક અને ગરીબ વર્ગોના ઉત્થાન અને મદદરૂપ થવાના આશયે સાધ્વી તરીકે અનેક વાર વૈદિક પ્રાચીન હવાનો અને યજ્ઞો કરી ચુક્યા છે.આ વખતે તેમને કોરોના જેવી ગંભીર બીમારીને નાથવા લોકોને ધાર્મિક કાર્યો કરી તેમજ સરકાર દ્વારા સૂચિત ગાઈડલાઇન ને અનુસરવાની તાકીદ કરી છે.શ્રી દેવી માં શિવાંગીનંદગિરિજીએ ધર્મની શક્તિ મહામારી કરતા વધુ પ્રચંડ અને શક્તિશાળી હોવાનું પણ પોતાના પ્રવચનમાં ઉમેર્યું હતું.સમગ્ર વિશ્વ અને ભારત દેશને કોરોના મહામારીમાંથી ઉગારવા તેમને પ્રજાજનોને ઘરમાં રહેવા અને વધુમાં વધુ ઈશ્વરીય કાર્ય થકી યોગદાન આપવા જણાવ્યું હતું અત્રે નોંધનીય છે કે સાધુ સંત સમાજમાં મહામન્ડલેશ્વર પીઠ વિશેષ સ્થાન ધરાવે છે જ્યાં મોટી સંખ્યમાં દેશભરના ભક્તો અને અનુયાયયીઓ નો સમાવેશ થાય છે.આ પૈકી ના એક જ એક સાધ્વી શ્રી શિવાંગીનંદગિરિજીએ સામાજિક ક્ષેત્રે ઘણું યોગદાન ભૂતકાળમાં પણ આપ્યું છે.આજરોજ વધુ એક વીડીઓ સંદેશ દ્વારા તેમને રાષ્ટ્રજોગ પ્રજાને કોરોના મહામારી સામે જંગ જીતવા અને વિજય પ્રાપ્ત કરવાના આશયે સંદશ આપી સામાજિક યોગદાન અંગે સાધ્વી તરીકેની ફરજ અદા કરી હતી.


