By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોહમ્મદ ઝુબૈર,અર્ણબ ગોસ્વામી અને ધરપકડ : બે અલગ કિસ્સાઓ અને ‘એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’નાં બેવડાં ધોરણો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોહમ્મદ ઝુબૈર,અર્ણબ ગોસ્વામી અને ધરપકડ : બે અલગ કિસ્સાઓ અને ‘એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’નાં બેવડાં ધોરણો
GeneralNational

મોહમ્મદ ઝુબૈર,અર્ણબ ગોસ્વામી અને ધરપકડ : બે અલગ કિસ્સાઓ અને ‘એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’નાં બેવડાં ધોરણો

HM News
Last updated: 29/06/2022 8:09 AM
HM News
4 years ago
Share
SHARE

‘તટસ્થતા’ અને ‘બિન-રાજકીય’ દેખાવાની આડમાં આવા અનેક સંસ્થાનો એક ચોક્કસ વિચારધારાને વરીને એજન્ડા ચલાવતાં આવ્યાં છે.જ્યાં તેઓ જ નક્કી કરે છે કે કોણ પત્રકાર છે અને કોણ નહીં.એ પણ નક્કી થાય છે કે ક્યારે માત્ર બે લીટી લખીને છટકી જવામાં આવશે અને ક્યારે ખોટી બાબતોને લઈને પણ હોબાળો મચાવીને દેશ માથે લઇ લેવામાં આવશે.ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક અને કથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરને ગઈકાલે દિલ્હી પોલીસે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાના આરોપસર દબોચી લીધો હતો.ઝુબૈરની ધરપકડ થયા બાદથી જ ડાબેરી ગેંગ અને વિપક્ષી પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે અને વિલાપ કરી રહી છે.બીજી તરફ ‘એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’એ એક લાંબુલચક નિવેદન બહાર પાડીને ઝુબૈરની ધરપકડની નિંદા કરી છે તો તેની મુક્તિની પણ માંગ કરી દીધી છે.

નિવેદનમાં એડિટર્સ ગિલ્ડ મોહમ્મદ ઝુબૈરની ધરપકડને વિચિત્ર ઘટના ગણાવતા કહ્યું છે કે, “દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 2020ના એક કેસમાં ઝુબૈરને પૂછપરછ માટે બોલાવ્યો હતો.આ કેસમાં હાઇકોર્ટે તેને ધરપકડમાંથી રાહત આપી છે.ઝુબૈર પૂછપરછમાં જોડાયા બાદ એક અજ્ઞાત ટ્વિટર હેન્ડલ દ્વારા ઝુબૈરની 2018ની એક પોસ્ટ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપસર કરેલ ફરિયાદ મામલે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.”

નિવેદનમાં મોહમ્મદ ઝુબૈરની ધરપકડને અસામાન્ય ગણાવતા એડિટર્સ ગિલ્ડે ઝુબૈર અને તેની વેબસાઈટની વકીલાત કરીને કહ્યું કે ઝુબૈર અને તેની વેબસાઈટ ઑલ્ટ ન્યૂઝ છેલ્લા કેટલાક સમયમાં ‘ઉત્કૃષ્ટ કાર્યો’ કર્યા છે અને ‘અપપ્રચાર ફેલાવતા અભિયાનોને રોક્યાં’ છે.સાથે જ ગિલ્ડે તાજેતરના વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે સત્તાધારી પાર્ટીના એક પ્રવક્તાએ ટીવી પર આપેલા ‘ઝેરીલા નિવેદન’ અંગે પણ ખુલાસો કર્યો હતો જેના કારણે પાર્ટીએ ફેરફારો કરવા પડ્યા હતા.આ સાથે એડિટર્સ ગિલ્ડ નિવેદનમાં કહ્યું કે ઑલ્ટન્યૂઝનાં કર્યોએ દુષ્પ્રચારને હથિયાર બનાવીને સમાજનું ધ્રુવીકરણ કરનારા અને રાષ્ટ્રવાદી ભાવનાઓ ઉશ્કેરનારાઓને નારાજ કરી દીધા હતા.આ સાથે નિવેદનમાં ઝુબૈરની મુક્તિની માંગ કરવામાં આવી છે અને સાથે લોકશાહી અને હાલમાં જ જર્મનીમાં વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરેલ પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોઈ રાજકીય પાર્ટીએ જારી કરેલ હોય તેવું આ નિવેદન એવા વ્યક્તિ માટે જારી કરવામાં આવ્યું છે જે પોતે પણ પોતાને પત્રકાર માનતો નથી.તેવા વ્યક્તિની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કરવામાં આવેલ ધરપકડનો વિરોધ પણ કરવામાં આવ્યો છે અને સાથે તેની ઉપર લાગેલા આરોપોનો ઉલ્લેખ કરવાના સ્થાને તેણે કેવાં કામો કર્યાં છે તેની દલીલો કરવામાં આવી છે.આવા સમયે એડિટર્સ ગિલ્ડનાં બેવડાં ધોરણો ખુલ્લાં પાડવા માટે રિપબ્લિક ટીવી અને અર્ણબ ગોસ્વામીનું ઉદાહરણ અગત્યનું બની જાય છે. 2020 માં વર્ષો જૂનો કેસ ફરી ખોલીને અર્ણબ ગોસ્વામીની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી ત્યારે એડિટર્સ ગિલ્ડે એક નિવેદન તો જારી કર્યું હતું,પરંતુ તેમાં ન અર્ણબની મુક્તિની માંગ કરવામાં આવી હતી કે ન કોઈ લાંબી સલાહો અપાઈ હતી.એક નાનકડા નિવેદન દ્વારા જાણે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામીને પ્રતાડિત કરવા માટે મુંબઈ પોલીસે ધરપકડ કરી ત્યારબાદ એડિટર્સ ગિલ્ડે બે પેરેગ્રાફ જેટલું નિવેદન જારી કરીને પૂરું કરી દીધું હતું.જેમાં અર્ણબની ધરપકડની સીધી રીતે નિંદા કરવામાં આવી ન હતી અને ઉપરથી તેમની ઉપર લાગેલા આરોપોને હાઈલાઈટ કરવામાં આવ્યા હતા.બીજી તરફ ઝુબૈરના- જે પોતે પત્રકાર પણ નથી,કેસમાં કયા કારણોસર તેની ધરપકડ કરવામાં આવી તેનો કોઈ ઉલ્લેખ થયો ન હતો.

દેશના એક મોટા મીડિયા હાઉસના એડિટર-ઈન-ચીફની ધરપકડ વખતે ધરપકડનો વિરોધ ન કરીને તેના આરોપો ગણાવવા અને બીજી તરફ એક કથિત ફેક્ટચેકરની ધરપકડ બાદ તે પાછળના કારણોની ચર્ચા ન કરીને માત્ર તેની ધરપકડનો વિરોધ કરવો અને દેશના વડાપ્રધાન સુધીને સલાહો આપવી; આ બંને કિસ્સાઓમાં એડિટર્સ ગિલ્ડનાં બેવડાં વલણો અહીં ઉડીને આંખે વળગે તેમ છે.

‘તટસ્થતા’ અને ‘બિન-રાજકીય’ દેખાવાની આડમાં આવા અનેક સંસ્થાનો એક ચોક્કસ વિચારધારાને વરીને એજન્ડા ચલાવતાં આવ્યાં છે.જ્યાં તેઓ જ નક્કી કરે છે કે કોણ પત્રકાર છે અને કોણ નહીં. એ પણ નક્કી થાય છે કે ક્યારે માત્ર બે લીટી લખીને છટકી જવામાં આવશે અને ક્યારે ખોટી બાબતોને લઈને પણ હોબાળો મચાવીને દેશ માથે લઇ લેવામાં આવશે,જે-તે ગેંગના સભ્યને રાતોરાત ‘હીરો’ સાબિત કરી દેવામાં આવશે અને સરકાર કે શાસક પક્ષને ‘ફાસીવાદી’ કહી દેવામાં આવશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉદયપુર હત્યાકાંડ: ધમકી બાદ છોડી દીધુ હતુ કામ,પત્નીએ જણાવ્યો ધમકીથી લઈને હત્યા સુધીનો સમગ્ર ઘટનાક્રમ
Next Article ‘ધર્મ’ નહીં ‘મજહબ’: ઉદયપુર હત્યાકાંડ મામલે રાહુલ ગાંધી પર ગિરિરાજ સિંહના પ્રહારો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up