આર્યન ખાન ડ્રગ કેસમાં ઘણા નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના મંત્રી નવાબ માલિકે ટવિટ કરી એક બર્થ સર્ટિફિકેટ પોસ્ટ કર્યું છે,જે સમીર વાનખેડે જે NCB ના અધિકારી છે જે તેઓ જન્મે મુસ્લિમ છે અને તેમણે સિવિલ સર્વિસમાં રિઝર્વડ કેટેગરી બતાવી IRS બન્યા છે.
એનસીપીના નવાબ માલિકનો આક્ષેપ છે કે આવું કરવા માટે તેમને નકલી સર્ટિફિકેટ બનાવ્યા છે.
ગઈકાલે જ ડ્રગ્સ કેસમાં જેલમાં રહેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં નવો વળાંક આવ્યો છે.પંચના સાક્ષી હોવાનો દાવો કરનાર પ્રભાકર સાલીએ નોટરાઇઝ્ડ એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેણે કેપી ગોસાવી અને સેમ ડિસોઝાને એકબીજાની વચ્ચે વાત કરતા સાંભળ્યા હતા.તેણે બંનેને એમ કહેતા સાંભળ્યા હતા કે તમે 25 કરોડ રૂપિયાનો બોમ્બ ફેંકી દો.ચાલો 18 કરોડમાં ડીલ સેટલ કરીએ અને 8 કરોડ સમીર વાનખેડેને આપીએ.
પ્રભાકર સાલીએ પોતાના સોગંદનામામાં એમ પણ કહ્યું હતું કે તેણે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીને કેપી ગોસાવી સાથે વાત કરતા જોયા હતા.તેમનું કહેવું છે કે બાદમાં ગોસાવીએ તેમને 50 લાખ રૂપિયા રોકડ એકત્ર કરવા માટે એક જગ્યાએ જવાનું કહ્યું.

