By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત પોલીસે ગરીબો માટે કર્યું એવું સામાજિક કાર્ય કે જેના કારણે માનવતા મહેકી ઉઠી : ચોતરફ થઇ રહી છે વાહ વાહી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત પોલીસે ગરીબો માટે કર્યું એવું સામાજિક કાર્ય કે જેના કારણે માનવતા મહેકી ઉઠી : ચોતરફ થઇ રહી છે વાહ વાહી
GeneralSurat

સુરત પોલીસે ગરીબો માટે કર્યું એવું સામાજિક કાર્ય કે જેના કારણે માનવતા મહેકી ઉઠી : ચોતરફ થઇ રહી છે વાહ વાહી

HM News
Last updated: 19/01/2023 12:27 PM
HM News
4 years ago
Share
SHARE

સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : : સુરત પોલીસે માનવતાની એક મિસાલ કાયમ કરી છે.પોલીસ લોકોની રક્ષા અને સુરક્ષા માટે હંમેશા તત્પર છે.આ વાતને સુરત પોલીસે ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.સુરત પોલીસના એસીપી ઈશ્વર પરમાર એનજીઓ સાથે મળીને હાલમાં હાડ થીંજવતી ઠંડીમાં પોતે જાતે જઈ ફૂટપાથ પર રહેતા ઘર વિહોણા લોકોને સમજાવી તેઓને શેલ્ટર હોમમાં મોકલી રહ્યા છે.એસીપી પોતાની ટીમ સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને આવા ઘર વિહોણા શ્રમિક લોકોને સમજાવી શેલ્ટર હોમમાં આશરો અપાવી રહ્યા છે.એટલું જ નહી આગામી સમયમાં એસીપી આવા શ્રમિક લોકોને રોજગારી મળી રહે તે માટે અનોખુ આયોજન પણ કરવા જઈ રહ્યા છે.

પોતાનું વતન છોડી સુરત રોજગાર મેળવા આવેલા સેંકડો શ્રમિકો શિયાળો,ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય સિઝનમાં બ્રિજ નીચે કે જાહેર સ્થળો ફૂટપાથ પર આશરો લેતા જોવા મળે છે.શિયાળાને કારણે આવા લોકોને આશ્રય સ્થાન મળી શકતું નથી. ઠંડીમાં આખી રાત પસાર કરે છે ત્યારે આવા લોકોની મદદ માટે સુરત પોલીસ આગળ આવી છે.સુરત પોલીસ કંટ્રોલ રૂમના એસીપી અનુકુળ સમયે રાતે પોતાની ટીમ અને એનજીઓ સાથે અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને આવી રીતે રાતવાસો કરતા લોકોને સમજાવી તેઓનું રેસ્ક્યુ કરે છે અને તેઓને શેલ્ટરહોમમાં આશરો અપાવી રહ્યા છે.સુરત સિટી કંટ્રોલરૂમના એસીપી ઈશ્વર પરમારે જુદા જુદા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી સામાજિક કાર્યકરોને સાથે રાખીને લોકોને રેસ્ક્યુ કર્યા છે.

સામાજિક કાર્યકરોની મદદથી રોડ ઉપર રહેતા લોકોને સમજાવવામાં આવ્યા હતા કે તેમને શેલ્ટર હોમમાં જરૂરી દરેક સુવિધા મળી શકે છે.જેને કારણે જાહેરમાં ન રહીને તેઓનું શેલ્ટર હોમમાં રહેવું સુરક્ષિત છે.લોકોનો પ્રતિસાદ પણ સારો મળ્યો છે.હાલ શિયાળાને કારણે આવા લોકોને આશ્રય સ્થાન મળી શકતું નથી અને આખી રાત આ રીતે વિતાવવી મુશ્કેલી ભરી હોવાથી રેલ્વે સ્ટેશન,સલાબતપુરા, મહીધરપુરા સહિત શહેરના અનેક વિસ્તારોમાંથી ઘણા લોકો શેલ્ટર હોમમાં રહેવા તૈયાર થયા છે.કમિટીની રચના કરાઈ છે, એસીપી નોડલ ઓફિસર છે

રાજ્યની તમામ 8 મહાનગર પાલિકા વિસ્તારમાં જાહેર સ્થળો પર ખુલ્લામાં રહેતા ઘર વિહોણા લોકો જે ખુલ્લી જગ્યાઓ જેવી કે ફૂટપાથ,બગીચા,બસ સ્ટેશન અને ધાર્મિક સ્થળો પર રાતવાસો કરીને જીવન વ્યતીત કરે છે.તેઓને આશ્રય,ભોજન તથા સરકારની વિવિધ યોજનો લાભ મળી રહે તે માટે રાજ્યની એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગર પાલિકા તેમજ જિલ્લા મુખ્ય મથકની 30 નગર પાલિકા અને 8 મહાનગર પાલિકામાં સીટી મિશન મેનેજમેન્ટ યુનિટની રચના કરવામાં આવી છે. સુરતમાં પણ આ કિમીટીની રચના કરવામાં આવી છે અને આ કમિટીમાં સુરત પોલીસ કમિશ્નર,કલેકટર,મનપા કમિશ્નર સહિતના અધિકારીઓ સભ્યો છે.સુરત પોલીસ કમિશ્નર દ્વારા નોડલ ઓફિસર તરીકે સુરત સિટી કંટ્રોલરૂમ એસીપી ઈશ્વર પરમારની નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરી છે.

પોતાની ટીમ સાથે અવાર-નવાર નાઈટ ડ્રાઈવ યોજે છે

સુરત સિટી કંટ્રોલરૂમ એસીપી ઈશ્વર પરમારની નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી છે.તેઓ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એનજીઓની ટીમ તથા એનજીઓના સભ્ય તરુણ મિશ્રા,જીગરભાઈ અને વિશ્વાસ ચેરીટેબલ ટ્રસ્ટ વેગેરે એનજીઓની ટીમ સાથે અલગ અલગ વિસ્તારમાં ફરે છે.બગીચા,ગાર્ડન,ફૂટપાથ,ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ ફૂટપાથ રહીને જીવન ગળતા લોકોને સમજાવે છે.તેઓને સરકારની યોજનાની માહિતી આપે છે અને બાદમાં શેલ્ટર હોમમાં લઇ જઈ આશરો આપે છે.જ્યાં શ્રમિકોને રહેવા,ભોજન સહિતની સુવિધાઓ મળી રહી છે.

શ્રમિકોને રોજગારી પાડવાની પણ કામગીરી કરાઈ રહી છે : એસીપી ઈશ્વર પરમાર

એસીપી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી અમે આ પ્રકારે કામગીરી કરી રહ્યા છે પરંતુ હાલમાં ઠંડી ખુબ જ પડી રહી છે,જેથી અમે અમારી ટીમ સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીએ છીએ.આવા શ્રમિકોને સમજાવી તેઓનું રેક્સ્યું કરી શેલ્ટર હોમમાં આશરો લેવા માટે મોકલી દઈએ છીએ.તેમજ દરેક પોલીસ મથકના પીઆઈને પણ પોત પોતાના વિસ્તારમાં આ કામગીરી કરવા સુચના આપવામાં આવી છે.આ ઉપરાંત આગામી સમયમાં હું એનજીઓ સાથે જોડાઈને આવા લોકોને રોજગારી મળી શકે તે માટેના પ્રયાસો પણ કરવાનો છું,આગામી સમયમાં એનજીઓ સાથે જોડાઈને ગોબરના દીવા,અગરબતી,પવિત્ર કાર્યોમાં વપરાતું લાકડું બનાવવાનું,થેપલા અને ખાખરા બનાવવાનું અથવા શાકભાજીની હાથ લારીની યુનિટ પૂરું પાડવાનું કામ પણ કરવા જઈ રહ્યો છું.જેથી કરીને આવા લોકોને રોજગારી મળી શકે અને તેઓ પગભર થઈ શકે.અત્યાર સુધી 340થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું

ફૂટપાથ રહેતા ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમમાં મોકલવાની આ કામગીરી માત્ર શિયાળા માં જ નથી થતી,આ કામગીરી વર્ષ 2022ના મેં મહિનાથી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં ફૂટપાથ,ધાર્મિક સ્થાનો,વેગેરે જગ્યાએ ઘર વિહોણા 340થી વધુ લોકોને સમજાવી તેઓને શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે.

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ શેલ્ટર હોમને પહોચાડવા અપીલ

અહીં આ લોકોના કાયમી વસવાટની વાત નથી.કારણ કે જે લોકો પગપર થઈ જાય છે તેઓ ભાડે રહેવા પણ જતા રહે છે,એટલે કે તેઓનું રિહેબિલિટેશન પણ થાય છે.એસીપી ઈશ્વર પરમારે લોકોને અપીલ કરી હતી.જે લોકોને મદદ કરવાની ઈચ્છા હોય તે દાતા તરીકે આગળ આવી મદદ કરી શકે છે.તેમ અહી રહેતા લોકોને રોજગારી મળી રહે તે માટે અહી રહેતા લોકોને રોજગારીની તક આપવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી હતી.સુરત શેલ્ટર હોમમાં રહેતા આશ્રીતો માટે કપડા,સ્વેટર, ધાબળા,વેગેરે જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ શેલ્ટર હોમને પહોંચાડવા માટે પણ મદદ કરવા અપીલ કરવામાં આવી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના પાંડેસરામાં આચાર્યએ શિક્ષકને છૂટા કરી દેતા વિદ્યાર્થીઓનો વિરોધ
Next Article સુરતના મોટા વરાછામાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up