By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત મહાનગર પાલિકાની તિજોરી પર કોરોનાની અસર, રેવેન્યુ પર પડ્યો મોટો ફટકો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મહાનગર પાલિકાની તિજોરી પર કોરોનાની અસર, રેવેન્યુ પર પડ્યો મોટો ફટકો
GeneralSurat

સુરત મહાનગર પાલિકાની તિજોરી પર કોરોનાની અસર, રેવેન્યુ પર પડ્યો મોટો ફટકો

HM News
Last updated: 05/07/2021 7:43 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત: છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે દેશના ઉદ્યોગ અને મોટી કંપનીઓ પર આર્થિક ફટકો પડયો છે.માત્ર પ્રાઇવેટ જ નહીં, પરંતુ સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ કફોડી બની છે.કોરોના કાળમાં મેડિકલ ખર્ચ વધતા સુરત મહાનગર પાલિકાની તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડી છે.જેના કારણે સુરત મહાનગર પાલિકા હવે અન્ય સંસાધનો થકી ખર્ચ બચાવી રહી છે અને સાથે-સાથે આર્થિક ઉપાર્જન કરી રહી છે.

કોરોનાના કારણે સુરત મહાનગર પાલિકા પર મેડિકલ ખર્ચનો વધારો થયો છે.કોરોના પાછળ કરોડો રૂપિયાના ખર્ચના કારણે મહાનગર પાલિકાની તિજોરી પર અસર પડી છે.બીજી બાજુ આ સમય દરમિયાન રેવેન્યુના અનેક સંસાધનો બંધ રહ્યા હતા. કોરોનાકાળમાં તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડતાં હવે આર્થિક રીતે સબળ બનવા માટે પાલિકા દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

સુરત મહાનગર પાલિકાનું બજેટ સાડા છ હજાર કરોડ છે.કોરોનામાં કરોડો રૂપિયાનો ખર્ચ મેડિકલ સંસાધનો પાછળ થયો છે.બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જે કોરોના માટે આર્થિક ફંડ આપવાનું હતું,તે પણ હજી સુધી પૂર્ણ મળ્યું નથી.જેથી હવે પાલિકાએ પોતાના સંસાધનોમાંથી રેવેન્યુ જનરેટ કરવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે.સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, પાલિકાનો મહેકમ 50 ટકાથી પણ વધારે છે.કોઈપણ કંપનીમાં નિયમ હોય છે કે, કંપનીનો 25 ટકા ભાગ સેલરી પર ખર્ચ કરવામાં આવે છે અને જ્યારે આ ભાગ 28થી 30ને પાર કરે,ત્યારે સમજી લેવાનું કે કંપની લૉસ મેકિંગ છે.લૉસ મેકિંગ કંપનીને જો પ્રોફિટમાં લાવવી હોય તો,બે ઉપાય કરવામાં આવે છે.કાં તમે કોસ્ટ કટિંગ કરો અથવા તો અધર સોર્સ ઓફ ઇનકમ ઉભા કરો.

પરેશ પટેલે વધુ કહ્યું હતું કે, 1995થી સુરતના અમારા કોમર્શિયલ અને અન્ય પ્લોટનું વેચાણ થયું નથી.પાલિકા પાસે આવા 408 જેટલા પ્લોટ છે.અમે આ તમામ પ્લોટને સુરતની જનતાને ભાડેથી આપી રહ્યા છે.જેથી તેઓ આની પર બગીચા, રેસ્ટોરન્ટ અથવા તો પાર્કિંગ બનાવી શકશે.અત્યાર સુધી 10થી 12 પ્લોટ આપી દેવામાં આવ્યા છે. છ થી એક વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ હોય છે અને અમને અત્યારે આવક થતી શરૂ થઈ છે, અમારું અનુમાન છે કે, વાર્ષિક 40થી 50 કરોડની આવક અમને આ પ્લોટ આપીને થશે.

પરેશ પટેલે જણાવ્યું હતું કે, કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ પાલિકાને થતો હતો.તેના માટે પણ અમે વિચારી રહ્યા છે.હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે અમે ટેન્ડર બહાર પાડ્યું છે.હાલ એક કંપની સાથે કરાર થયો છે કે, તેઓ ભીનો કચરો ડોર ટુ ડોર કલેક્ટ કરશે.આ કંપનીને અમે માત્ર મહાનગર પાલિકાની જમીન આપીશું, જેની પર તેઓ કચરો એસોટિંગ કરશે,ખાતર બનાવશે અને તેનું વેચાણ કરશે.ગાર્બેજ કલેક્શન માટે પાલિકા કંપનીને એક પણ રૂપિયો આપશે નહીં.અત્યાર સુધી અમે લિક્વિડ વેસ્ટ પર એક ટને 2000થી 2500 રૂપિયા કંપનીને આપતા હતા.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદ સહિત 3 મહાનગરના પોલીસ કમિશ્નરની બદલીના ભણકારા, રાજકોટ માટે 5 નામો રેસમાં
Next Article સુરતમાં બુટલેગર રાજ ? ‘ખુલ્લેઆમ વેચાઇ રહ્યો હતો દારૂ, પોલીસે સાંભળ્યું નહી તો લોકોએ પાડી જનતા રેડ’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up