By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો નિર્ણય ઉતાવળિયો : બહેન રેશ્મા પટેલએ હૈયાવરાળ ઠાલવતાં લખ્યો પત્ર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો નિર્ણય ઉતાવળિયો : બહેન રેશ્મા પટેલએ હૈયાવરાળ ઠાલવતાં લખ્યો પત્ર
GeneralGujarat NowPolitics

હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો નિર્ણય ઉતાવળિયો : બહેન રેશ્મા પટેલએ હૈયાવરાળ ઠાલવતાં લખ્યો પત્ર

HM News
Last updated: 21/05/2022 8:21 AM
HM News
4 years ago
Share
odishasuntimes.com
SHARE

અમદાવાદ : પાટીદારોના નેતા હાર્દિક પટેલે હાલમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, જે પછી તેમણે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ નેતાઓનો ઉપયોગ કરીને ફેંકી દે છે.બીજી બાજુ, હાર્દિક પટેલે ભાજપના સૂંડલામોઢ વખાણ કર્યા હતા.

તેમની પ્રશસ્તી પરથી એવું લાગે છે કે તેઓ ભાજપમાં જોડાશે, પણ તેઓ ભાજપમાં જોડાય કે નહીં, એ તેમનો અંગત પ્રશ્ન છે, પણ એ પહેલાં તેમના એક વખતના પાટીદાર આંદોલનના સાથી અને NCPનાં નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલના રાજીનામા વિશે જણાવ્યું હતું કે આ બહુ ઉતાવળિયું પગલું છે, એનું પરિણામ સારું નહીં આવે.તેમણે લખ્યું હતું કે તમે ભાજપનાં દંભી કાર્યના વખાણ કરો છો આપણે ભાજપનાં ખોટાં કાર્યોને જાહેરમાં ખુલ્લાં પાડ્યાં છે.તેઓ આટલેથી અટક્યા નહોતાં.તેમણે હાર્દિક પટેલને એક ખુલ્લો પત્ર લખ્યો હતો.જે નીચે મુજબ છે

ભાઈશ્રી હાર્દિક પટેલ,

જયશ્રી રામ સાથે…. હું રેશ્મા પટેલ આંદોલનના સાથી ભાઈ-બહેનના સંબંધ અને પાટીદાર અનામત આંદોલનના સંઘર્ષના સાથી રહેલા છીએ આ કારણથી….મોટી બહેન તરીકે હું તમારા ધ્યાનમાં કેટલાક અમારા ભાજપ સાથેના કડવા અનુભવથી તમને સાવચેત કરવા માગું છું.

તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ વાતનું દુઃખ ખૂબ જ થયું, પણ વધારે દુઃખ એ છે કે તમે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં અને તમારી ભાષામાં ભાજપના દંભી કાર્યનાં ભરપૂર વખાણ કર્યાં છે.હાર્દિકભાઈ તમે તો ભાજપની છઠ્ઠી જાણો જ છો અને ભાજપનાં ખોટા કાર્યોને આપણે તો જાહેરમાં ખુલ્લાં પાડ્યાં છે, ભાજપને લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે.

અમે ભાજપમાં જોડાયા ત્યારે તમને તો ખૂબ જ ખોટું લાગ્યું હતું અને તમે તો વાક્બા થી અમારા ઉપર ખૂબ જ પ્રહાર કર્યા હતા.આજે એ જ ભાજપ છે ભાઈ, તો એ ભાજપનાં વખાણ કયા મોઢે કરો છો?

હું તમને સલાહ એટલે આપું છું કે અમે આ ભ્રષ્ટ-જુઠ્ઠી ભાજપમાં આંટો મારીને પાછા આવ્યા છીએ, અમને પણ 2017માં સરકાર અને સમાજની મિટિંગ પછી સમાજની માગણીઓ પૂરી કરીશું એવું કહીને ભાજપ પગ પકડીને આજીજી કરીને લઈ ગયો હતો, પણ હજુ સુધી એ માગણીઓ તો બાકી જ છે એનું શું કરીશું ?? માંગણીઓની લેખિતમાં ફાઇલ મેં ખુદ મારા હાથે જ ભાજપ સરકારને સોંપેલી છે. શહીદભાઈઓના પરિવારને ભાજપ સરકાર સાથે મુલાકાતો કરાવેલી છે.બીજા ઘણા લોકોએ રજૂઆત કરેલી છે છતાં પણ આ જ માગણીઓ અધૂરી છે એ યાદ અપાવું છું.

આવી ખોટી, ઢોંગી અને દંભી ભાજપના કડવા અનુભવને કારણે મારા ભાઈ તમને સલાહ આપીશ કે જીવનમાં દરેક અનુભવ જાતે ના કરવાના હોય, બીજાના અનુભવ પરથી શીખ લેવાની હોય એટલા માટે ભાજપના કડવા અનુભવ મે તમને જણાવ્યા છે, સાથે-સાથે યાદ અપાવીશ કે સમાજની માગણીઓને આજે પણ લટકાવીને રાખવાવાળા આ જ ભાજપે તમને જાતિવાદી,દેશદ્રોહી,ખરતો તારો કીધું હતું એ યાદ રાખજો અને ભાજપને પાડી દેવાની જે પ્રતિજ્ઞા લીધી હતી એના ઉપર તમે કાયમ રહેશો એવી આશા રાખું છું.

મારી સલાહ છે કે અમે જે ભૂતકાળમાં ભાજપ ઉપર વિશ્વાસ કરવાની ભૂલ કરી એ ભૂલ તમે ના કરતા.

તમારા પત્રમાં અને તમારી ભાષા માં ભાજપ માટેની પ્રીત છલકાય રહી છે, પણ ભાજપની બેવફાઈ યાદ રાખજો અને અમારા અનુભવમાંથી શીખ લેજો.

જય હિન્દ

ભારત માતા કી જય

વંદે માતરમ

તમારી સંઘર્ષની સાથી બહેન

રેશ્મા પટેલના જયશ્રી રામ

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article IPL 2022: પરાજય સાથે CSKની સફરનો અંત, ધોનીએ કહ્યું- જો અમે…
Next Article અમદાવાદ સિવિલમાં ટેટુ દૂર કરાવવા યુવાનોનો ધસારો, કારણ છે જાણવા જેવું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up