– લઘુમતી કોમ ઉપર અત્યાચાર માટે કુખ્યાત દેશની સુખદ ઘટના
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ઇતિહાસમાં સૌપ્રથમવાર એક હિન્દૂ યુવાનની નિમણુંક એરફોર્સમાં જનરલ ડ્યુટી પાયલોટ ઓફિસર તરીકે કરવામાં આવી છે.આ યુવાનનું નામ રાહુલ દેવ છે.લઘુમતી કોમ ઉપર અત્યાચાર માટે કુખ્યાત પાકિસ્તાનની આ ઘટના સુખદ છે.જે બદલ હિન્દૂ સમુદાયે ખુશી વ્યક્ત કરી છે.રાહુલ દેવ પાકિસ્તાનના સિંધ જિલ્લાના રહેવાસી છે.જ્યાં હિન્દુઓની મોટી સંખ્યામાં વસતિ છે.જેઓની નિમણુંક બદલ પાકિસ્તાન હિન્દૂ પંચાયત સેક્રેટરી રવિ દવાનીએ હર્ષ વ્યક્ત કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.