નવી દિલ્હી,
AU સ્મોલ ફાઇનાન્સ બેન્કે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૦ ક્વાર્ટરમાં ત્રણ ટકાના વધારા સાથે ~૧૨૨ કરોડનો ટેક્સ ચૂકવ્યા બાદનો નફો (PAT) નોંધાવ્યો હતો. બેન્કે ૨૦૧૯ના સમાન માર્ચ ક્વાર્ટરમાં ~૧૧૮ કરોડનો નફો કર્યો હતો. બેન્કની કુલ આવક ૪૩ ટકા ઊછળીને ~૭૩૮ કરોડ નોંધાઈ હતી જે એક વર્ષ અગાઉ સમાન ગાળા માટે ~૫૧૭ કરોડ હતી. સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે ચોખ્ખો નફો ૭૭ ટકા ઊછળીને ~૬૭૫ કરોડ થયો હતો જે અગાઉના વર્ષમાં ~૩૮૨ કરોડ હતો.વર્ષ માટે બેન્કની કુલ આવક ૪૫ ટકા ઊછળીને ~૨,૬૧૫ કરોડ નોંધાઈ હતી જે એક વર્ષ અગાઉ ~૧,૮૦૫ કરોડ હતી.૩૦ એપ્રિલ, ગુરુવારે તેનો શેર BSE પર ૧.૧૫ ટકા વધીને ~૫૪૩.૭૦એ બંધ રહ્યો હતો.


