– પેટ્રોલનો મૂળ ભાવ રૂ. ૧૭.૯૬ : ફ્રેટ જોડતા રૂ. ૧૮.૨૮ થાય : હવે તેમાં એકસાઇઝ રૂ. ૩૨.૯, ડીલર કમીશન રૂ. ૩.૫૬ તથા રાજ્યોનો વેટ રૂ. ૧૬.૪૪ ઉમેરાતા ભાવ રૂ. ૭૧.૨૬ થાય છે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પર ટેક્ષ વધારી દીધો છે.પેટ્રોલ પર પ્રતિ લીટર એકસાઇઝ ડયુટીમાં ૧૦ રૂ.અને ડીઝલ પર ૧૩ રૂ.નો વધારો કરવામાં આવ્યો છે તેની સાથે જ હવે પંપ પર મળતા પેટ્રોલ -ડિઝલ પર ટેક્ષ વધીને ૬૯ ટકા થઇ ગયો છે જે વિશ્વમાં સૌથી વધુ છે.ભારત ઉપરાંત ફકત ફ્રાંસ,જર્મની,ઇટાલી અને બ્રિટનમાં જ ઇંધણ પર ટેક્ષ ૬૦ ટકાથી વધુ છે.સરકારે રાતે જ ડીઝલ પર એકસાઇઝ ડયુટીમાં ૧૩ રૂપિયા પ્રતિલિટર અને પેટ્રોલ પર ૧૦ રૂ.પ્રતિ લીટરનો ભારે વધારો કરવામાં આવ્યો છે.ગઇકાલે રાત્રે એક અધિસૂચના જાહેર કરીને જણાવ્યું કે,ડિઝલ તેમજ પેટ્રોલ બને પર રોડ તેમજ ઇન્ફ્રા સેસ વધારીને ૮ રૂ.પ્રતિ લીટર કરી દેવામાં આવ્યું છે.આ ઉપરાંત ડીઝલ પર ૫ રૂ.લીટરની અતિરિકત એકસાઇઝ અને પેટ્રોલ પર ૨ રૂપિયા લીટરનો અતિરિકત એકસાઇઝ ટેક્ષ લગાવામાં આવ્યો છે તે ભારતમાં ઇંધણ પર એક દિવસમાં ટેક્ષમાં થયેલો સૌથી મોટો વધારો છે.
જોકે સરકારે કહ્યું કે,એકસાઇઝ ડયુટીમાં વધારાની ગ્રાહકો પર અસર થશે નહિ કારણે આ વર્ષે ક્રુડ ઓઇલની કિંમતો ઓછી છે તેથી રેટ વધારાશે નહીં. વાસ્તવિક રીતે કેન્દ્ર અને રાજ્ય બંને તરફથી સરકારે તેમની તીજોરી ભરવા માટે તેલ પર ટેક્ષ લગાવાનો સહારો લઇ રહ્યો છે.કેન્દ્ર સરકારે તે પહેલા માર્ચ મહીનામાં જ પેટ્રોલ -ડીઝલ પર ૩ રૂપિયા લીટર સુધી ટેક્ષ વધારી દેવામાં આવ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડા બાદ લોકો રાહતની આશા કરી રહ્યા હતા પરંતુ લોકોને કેન્દ્ર સરકારે ઝટકો આપ્યો છે.જો કે સરકારે પેટ્રોલ પર ૧૦ રૂપિયા અને ડીઝલ પર ૧૩ રૂ.પ્રતિ લીટર ઉત્પાદન શુલ્ક વધુ વધારી દીધા છે.જો તેનાથી ખુદરા દરો વધશે નહિ પરંતુ ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડાનો ફાયદો મળશે નહિ.એ પહેલા ૨૦૧૪માં પેટ્રોલ પર ટેક્ષ ૯.૪૮ પ્રતિ લીટર હતો અને ડિઝલ પર ૩.૫૬ રૂપિયા નવેમ્બર ૨૦૧૪થી જાન્યુ.૨૦૧૬ સુધી કેન્દ્ર સરકારે તેમાં ૯ વાર વધારો કર્યો.આ ૧૫ સપ્તાહમાં પેટ્રોલ પર ડયુટી ૧૧.૭૭ અને ડિઝલ પર ૧૩.૪૭ રૂપિયા પ્રતિ લીટર વધી તેના સરકારને ૨૦૧૬-૧૭માં સરકારને ૨,૪૨,૦૦૦ કરોડની કમાણી થઇ અને ૨૦૧૪-૧૫માં ૯૯ હજાર કરોડ રૂપિયા હતી.બાદમાં ૨૦૧૭માં તે બે રૂપિયા ઘટાડવામાં આવી.જુલાઇ ૨૦૧૯માં એકવાર ફરી તે બે રૂપિયા પ્રતિ લીટર વધારી દેવામાં આવી.

