વલસાડ, 05 જૂન : પોલીસે ધનોલી માર્ગ પર જતી કારને રોકી તલાશી લેતા કારમાંથી 4800ના દારૂ તથા કારની કિંમત 5 લાખ મળી કુલ્લે 5,04,800નો મુદ્દામાલ કબજે લીધો હતો.ચાલક મયુરધ્યજસિંહ વનાય વિરુદ્ધ ગુનો નોંધાયો છે.જ્યારે અન્ય બનાવમાં પુનાટ પાસે ત્રણ મોટર સાયકલ પર હેરાફેરી કરતા 69242નો દારૂ સાથે 1 લાખની કિંમતના વાહનો ઝડપી પાડ્યા હતા.


